રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (18:22 IST)

અનંત ચતુર્દશી પર કરો 7 જ્યોતિષ ઉપાય, દરેક પરેશાનીથી મળશે છુટકારો, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ

Anant Chaturdashi 2023 Upay : દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાય છે.  આ દિવસે વિષ્ણુના વિરાટ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે.  આ વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાની વિદાયનો દિવસ છે. હિન્દુ માન્યતાઓ મુજબ આ દિવસે  ભગવાન વિષ્ણુએ 14 લોકોના સંરક્ષણ માટે 14 રૂપ લીધા હતા. કહેવાય છે કે અનંત ચતુર્દશીના દિવસે સાચી શ્રદ્ધા-ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો તે પ્રસન્ન થઈને પોતાના ભક્તો પર કૃપા કાયમ રાખે છે.  આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ધર્મ-કર્મ કાર્યો, પૂજા ઉપાસનાથી શુભ ફળોની પ્રાપ્તિ થય છે અને વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં આવા કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે. 
 
1. અનંત ચતુર્દર્શીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી તમારા હાથની બાજુમા 14 ગાંઠવાળો રેશમી દોરો બાંધવો જોઈએ તેને અનંત સૂત્ર અથવા રક્ષા સૂત્રના નામથી પણ ઓળખાય છે. 
 
2. એવી ધાર્મિક માન્યતાઓ છે કે ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પૂજા કરવાથી અને હાથ પર દોરો બાંધવાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
 
3. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવાના વિશેષ વિધિઓ અને ફાયદાઓ પણ સમજાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા-અર્ચના કરવાથી સુખમાં વધારો થાય છે.
 
4. ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં શાંતિ રહે છે અને ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર થાય છે. ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી પણ ઘરમાં સમૃદ્ધિ આવે છે.
 
5. અનંત ચતુર્દશીના દિવસે 14 જાયફળ લઈને કોઈ પવિત્ર નદીમાં તરતા મુકવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
 
6. અનંત ચતુર્દશીના દિવસે એક કલશમાં 14 લવિંગ અને કપૂર નાખીને તેને સળગાવી દો, પછી આ કલશને ચોક પર રાખો. આમ કરવાથી ઘરની ખરાબ નજર જલ્દી જ દૂર થઈ જશે.
 
7. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર છે. તો આ દિવસે એક દાડમ લઈને વ્યક્તિના માથા પર 14 વાર ચઢાવો. આમ કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય જલ્દી સુધરશે.