શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (13:36 IST)

કુંડળીમાં ભારે છે શનિ કે પછી છે પિતૃદોષ તો મૌની અમવસ્યા પર કરો આ ઉપાય

મિત્રો આજે અમે આપને તમારી કુંડળીમાં પિતૃ દોષ કે શનિ દોષ હોય તો મૌની અમાવસ્યા પર કરવામાં આવતા ઉપાય વિશે બતાવી રહ્યા છીએ. આ વખતે મૌની અમાવસ્યા 24 જાન્યુઆરીના રોજ આવી રહી છે.  આ વખતની મૌની અમાવસ્યાનુ વિશેષ મહત્વ છે.  ઉલ્લેખનીય છે કે આ વખતે ન્યાયના દેવતા શનિ 30 વર્ષ પછી મૌની અમાવસ્યાના  દિવસે જ મકર રાશિમાં પ્રવેશ કરવાના છે. જેને કારણે તેનુ મહત્વ અનેકગણુ વધી ગયુ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ મૌની અમાવસ્યા પર વ્યક્તિએ દાન, પુણ્ય અને જાપ કરવો જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે  ગંગ સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન ફળ મળે છે.   જો કોઈ વ્યક્તિને કુંડળીમાં શનિની દશા ચાલી રહી છે કે તેનો શનિ ભારે છે તો મૌની અમાવસ્યાના દિવસે કરવામાં આવાતુ દાન તેની સમસ્યા દૂર કરી શકે છે. 
 
પુરાણો મુજબ મૌની અમાવસ્યાના દિવસે પિતૃગણ પિતૃલોકમાંથી સંગમમાં સ્નાન કરવા આવે છે. એવુ કહેવાય છે કે આ રીતે દેવતાઓ અને પિતરોનો સંગમ થાય છે. આ જ કારણ છે કે આ દિવસે કરવામાં આવેલ જાપ તપ ધ્યાન સ્નાન દાન યજ્ઞ હવન વ્યક્તિને અનેકગણુ ફળ આપે છે.   મૌની અમાવસ્યાના દિવસે વ્યક્તિએ પોતાના સામર્થ્ય મુજબ દાન પુણ્ય અને જાપ કરવો જોઈએ.  જો તમારી કુંડળીમાં પિતૃદોષ છે તો તમે આ દિવસે કેટલાક ઉપાય કરી શકો છો. 
 
અમાવસ્યાના દિવસે જ શનિદેવે લીધો હતો જન્મ 
 
આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના દિવસે સવારે 9 વાગીને 56 મિનિટ પર શનિદેવ  રાશિ પરિવર્તન કરીને પોતાની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરવાના છે. જ્યોતિષ મુજબ અમાસના જ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. 
 
સૌ પ્રથમ જાણીએ તમારી રી કુંડળીમાં શનિદોષ છે તો શનિને શાંત કરવા આ ઉપાય 
 
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં છે તો તેણે સૌમ્ય બનાવવા માટે શનિવારે સવાર સાંજ સરસવના તેલનો દિવો પ્રગટાવીને શનિ સ્ત્રોતનો પાઠ ઓછામાં ઓછા 11 વાર કરો.  માન્યતા છે કે મહારાજ દશરથને શનિ મહારાજ પાસેથી વરદાન મળ્યુ છે કે જે આ સ્ત્રોત્રનો પાઠ કરશે તેને શનિ નહી સતાવે. 
 
શનિ મહારાજનો વાસ મદિરા માસ ખોટુ બોલવુ કપટ દગામાં રહેલો છે. ગરીબ અને નબળા લોકોમાં પણ શનિનો વાસ માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા તમારા પર હંમેશા બની રહે તો ક્યારેય પણ તમારા કરતા કમજોર અને ગરીબ વ્યક્તિને સતાવશો નહી.   શનિવારના દિવસે માસ મદિરાના સેવન કરવાથી બચો.  જમ્યા પછી લવિંગ ખાવાની ટેવ શનિ દોષ દૂર કરવામાં મદદરૂપ છે. 
 
આ દિવએ તલ તેલ ધાબળો કપડા અને ધનનુ  દાન કરવાથી જેમની કુંડળીમાં શનિ ભારે છે તેમને લાભ થશે.  
 
પિતૃ દોષ દૂર કરવા માટે મૌની અમાવસ્યા પર કરાતા ઉપાય વિશે પણ જાણી લો 
 
આ દિવસે પિતરો માટે ભોજન બનાવો જેમા પ્રથમ ભોજન ગાયને બીજુ કૂતરાને અને ત્રીજુ કાગડાને આપો આવુ કરવાથી પિતરોનો આશીર્વાદ મળશે. 
 
આ દિવસે પીપળાના ઝાડ નીચે પિતરોના નામનો ઘી નો દીવો પ્રગટાવો. તેનાથી પણ પિતૃ દોષ શાંત થાય છે. 
 
આ દિવસે પીપળાના ઝાડ નીચે કુશનુ આસન પાઅથરીને તેના પર બેસો અને ૐ એં પિતૃદોષ શમનં હી ૐ સ્વધા મંત્રનો જાપ કરો આ મંત્રની 1, 3 કે 5 વાર માળાનો જાપ કરો 
 
 
આ દિવસે બે જનોઈ લો જેમા એક જનોઈને તમારા પિતરોના નમાથી અને બીજી જનોઈને ભગવાન વિષ્ણુનુ નામ લેતા અર્પિત કરો.  ત્યારબાદ પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો અને સફેદ રંગની મીઠાઈ પીપળને અર્પિત કરો. 
 
મૌની અમાવસ્યા પર કોઈ ગરીબ વ્યક્તિને અથવા બ્રાહ્મણને સાત પ્રકારના અનાજ કે પછી તલથી બનેલી વસ્તુઓનુ દાન કરો. આવુ કરવાથી પિતર પ્રસન્ન થશે.