ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (15:40 IST)

Pushya Nakshatra 2022: પુષ્ય નક્ષત્ર : ધનલાભ માટે કરો આ ઉપાય

પુષ્ય શબ્દનો શાબ્દિક અર્થ છે પોષણ કરવુ અથવા પોષણ કરનારા અને આ શબ્દનો શાબ્દિક અર્થ જ પોતાની રીતે આ નક્ષત્રના વ્યવ્હાર અને આચરણમાં ઘણુ બધુ જણાવી દે છે. કેટલાક લોકો પુષ્ય નક્ષત્રને તિષ્ય નક્ષત્રના નામ સાથે સંબોધિત કરે છે. તિષ્ય શબ્દનો અર્થ છે શુભ હોવુ અને આ અર્થ પણ પુષ્ય નક્ષત્રને શુભ્રતા જ પ્રદાન કરે છે.  
 
 
1. સ્નાન કરી પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તરની તરફ મોઢુ કરીને બેસી જાવ. હવે તમારી સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો. જે વિષ્ણુ મંત્ર સાથે સિદ્ધ થાય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 વાળા જાપ કરો. મંત્ર જપ વચ્ચે ઉઠશો નહી.  ભલે પછી તમને ઘૂંઘરુનો અવાજ સંભળાય કે પ્રત્યક્ષ લક્ષ્મી દેખાય.  
મંત્ર -  ऊं श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्
આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક સંપન્ન કરવાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
 
3. આ દિવસે  જૂની ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કોડી મુકીને તેનુ કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી તમારી તિજોરીમાં બરકત કાયમ રહેશે. 
 
4. સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી પરવારીને લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અર્પિત કરો અને સફેદ રંગની મીઠાઈનો ભોગ લગાવો. માં લક્ષ્મીને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા સમયમાં તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. 
 
5. દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી  માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પુર્ણ કરી શકે છે. 
 
6. સવારે લીલા રંગના કપડાની નાની મોટી થેલી તૈયાર કરો.  શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગ, 10ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રૂદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘી ના મોદકનો નૈવૈધ ચઢાવો.  આ થેલી તિજોરી કે કૈશ બોક્સમાં મુકી દો.  ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધાર આવી શકે છે. જ્યારે ફરી ગુરૂ પુષ્યનો યોગ બને ત્યારે આ થેલી નદીમાં પ્રવાહિત કરી દો અને નવી થેલી બનાવી લો. આ ઉપાયથી ધનનુ આગમન થાય છે. 
 
7. સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂને બદલે લાલ રંગના દોરાનો પ્રયોગ કરો. સાથે જ દિવામાં થોડુ કેસર પણ નાખી દો. 

આ ઉપાયોથી ધનનુ આગમન થાય છે