શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

જાણો કેદારનાથ મંદિરનો ઈતિહાસ, શુ છે મંદિરની વાસ્તુકલા ?

4 વર્ષ પહેલા કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવ્યો  કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાય ગયો હતો.  ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાઢા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર હવે બાકી બચ્યુ હતુ. વાદળ ફાટવાથી અહી એવી તબાહી મચી હતી કે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.  6 ફીટના જે માળખા પર મંદિર બન્યુ છે બસ એ જ બચી ગયુ હતુ.  છેવટે એવુ શુ છે આ મંદિરમાં. હજારો વર્ષ જુનુ આ મંદિરને કુદરતનો વિનાશ હલાવી પણ ન શક્યો. જ્યારે કે આસપાસ મોર્ડન ટેકનોલોજીથી બનેલ મકાન, હોટલો, લોજ પત્તાની જેમ વિખરાય ગયા હતા.  શુ આ ફક્ત કુદરતનો જ ચમત્કાર છે કે પછી પ્રાચીન ભવન નિર્માણ શૈલીનો આધુનિક તકનીકને પડકાર છે. કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર,ક્યારે બનાવ્યુ, કેવી રીતે બનાવ્યુ આવો જાણીએ કેદારનાથ મંદિર વિશે.

કોણે બનાવ્યુ કેદારનાથ મંદિર ?

એવુ કહેવાય છે કે આદિ ગુરો શંકરાચાર્યએ કેદારનાથ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરનુ નિર્માણ પાંડવોએ હજારો વર્ષ પહેલા કરાવ્યુ હતુ. આ મંદિરની પુનઃ સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા આઠમી સદીમાં કરવામાં આવી હતી. પાંડવો દ્વારા દ્વાપર યુગમાં આ સ્થળે શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે મહાભારત કાળમાં પણ આ સ્થળે ભગવાન શિવજીનું સ્થાન હતું અને કેદારનાથ ખાતે જ પાંડવોએ ભગવાની શિવજીને રીઝવ્યા હતા. હિમાલયની ચાર-ધામ યાત્રા પૈકી એક યાત્રા કેદારનાથની હોય છે.

કેવી છે મંદિરની વાસ્તુકલા

ચૌરી બારી હિમનદના કુંડમાંથી નીકળતી મંદાકિની નદીની નજીક કેદારનાથ પર્વતની તળેટીમાં આવેલ આ મંદિર કત્યુરી શૈલીનું છે. તે 3562ની ઉંચાઇ પર છે. મંદિરના આગળના ભાગમાં આદિ શંકરાચાર્યની સમાધિ આવેલી છે. આ મંદિર વાસ્તુકલાના એક આદર્શ નમુનારૂપ મનાય છે.

વરસાદના પ્રચંડ તોફાનમાં આ મંદિરના આસપાસના પાકા બાંધકામો પુરના પાણીમાં તણાઇ ગયા અને હજારો લોકો ભોગ બન્યા છે ત્યારે સમગ્ર મંદિરના માળખાને ઉની આંચ પણ આવી નહોતી. ત્યારે સૌ કોઇના મનમાં એવો પ્રશ્ન સર્જાય તે સ્વભાવિક છે કે પ્રચંડ પુરના પાણી છતાં મંદિરને કેમ કોઇ નુકસાન ન થયું ? આર્કિટેક અને ખાસ કરીને બાંધકામના નિષ્ણાંતો એમ કહે છે કે કેદારનાથના મંદિરનું સમગ્ર બાંધકામ 6 ફુટ ઉંચા એક ચોરસ અને પહોળા પ્લેટફોર્મ ઉપર કરવામાં આવ્યું છે. મંદિરમાં મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહની ચારે તરફ પ્રદિક્ષણા પથ છે. બહાર પ્રાંગણમાં નંદી વાહન સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર એક હજાર વર્ષથી સાર્વજનિક રીતે પુજાતું આવ્યું છે. રાહુલ સાંકૃત્યાયન અનુસાર તે બારમી-તેરમી સદીનું છે.

તેના બાંધકામમાં ઇંટો નહી પરંતુ મોટા પત્થરોનો ઉપયોગ કરાયો છે. આ પત્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે "ઇન્ટરલોક"થી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે. પરિણામે પ્રચંડ પુર છતાં આ પત્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પુરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પત્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડશ તરીકે કામ કર્યું અને પુરના પાણી આ પત્થરને અથડાઇને વહી ગયુ હતુ. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં જે નવા બાંધકામો અત્યાર સુધીમાં થયા હતા તે નામશેષ થઇ ગયા હતા. 

કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા ?

મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પત્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પુજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભુ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહારનીકળે છે. મૂર્તિ ચાર હાથ લાંબી અને દોઢ હાથ ઉંચી છે. એવુ કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.