મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (14:13 IST)

Vaishakh Amavasya 2021 : વૈશાખ અમાસના રોજ જરૂર કરો આ કામ, દુખ દર્દ થશે દૂર

હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ હોય છે. 11 મે, 2021 ના ​​રોજ વૈશાખ અમાવસ્યા છે. આ પવિત્ર દિવસને  સ્નાન, દાન, ધાર્મિક કાર્ય અને પૂર્વજોના કાર્ય માટે શુભ માનવામાં આવે છે. દર મહિને એક વાર કૃષ્ણ પક્ષમાં અમાવસ્યા તિથિ આવે છે. જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ દિવસે કેટલાક કારગર ઉપાય કરવાથી વ્યક્તિ બધી પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવી શકે છે. ચાલો જાણીએ આ દિવસે શું કરવું ...
 
ગંગા સ્નાન 
 
આ પાવન દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ વખતે કોરોના વાયરસના વધતા સંક્રમણને ઘરમાં જ રહીને માં ગંગા અને બધા પાવન નદીઓનુ ધ્યાન કરતા સ્નાન કરો. જો ઘરમાં ગંગા જળ હોય તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી લો. 
 
દાન કરો 
 
અમાસના પાવન દિવસે દાન કરવાનુ ખૂબ વધુ મહત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ પણ દાન કરવાથી અનેકગણુ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગરીબ લોકોને તમારી ક્ષમતા મુજબ દાન જરૂર કરો. 
 
ગાયની પૂજા કરો 
 
ધાર્મિક માન્યતાઓ મુજબ ગાયની પૂજા કરવાથી પિતર સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. આ પાવન દિવસે ગાયને ભોજન પણ કરાવો. આ પાવન દિવસે ગાયને સાત્વિક ભોજન કરાવો. એવુ કહેવાય છે કે ગાયને ખવડાવેલુ ભોજન પિતરોને પ્રાપ્ત થઈ જાય છે. 
 
પિતર સંબંધિત કાર્ય કરો 
 
આ પાવન દિવસે પિતર સંબંધિત કાર્ય કરવુ શુભ માનવામાં આવે છે. તમે આ શુભ દિવસે પૂર્વજો માટે તર્પણ અથવા શ્રાદ્ધ કરી શકો છો. આ દિવસે પિતર સંબંધિત કાર્ય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.