શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. 26/11 પ્રથમ વરસી વિશેષ
Written By ભાષા|
Last Modified: કાનપુર , ગુરુવાર, 26 નવેમ્બર 2009 (15:54 IST)

ટીમ ઈંડિયાની શહીદોને શ્રદ્ધાંજલિ

ભારતીય ટીમે મુંબઈમાં 26 નવેમ્બર 2008 ના રોજ આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા શહીદોને આજે મેચ શરૂ થયા પહેલા શ્રદ્ધાંજલિ આપી અને બે મિનિટ મૌન રાખીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

આજે સવારે સાડા નવ વાગ્યે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમત શરૂ થયાના થોડા સમય પહેલા ભારતીય ટીમના તમામ સભ્યોએ પેવેલિયનથી નિકળીને સીમારેખા પાસે એક પત્ક્તિમાં એકત્ર થયાં અને તેમણે માથુ નમાવીને બે મિનિટ માટે મૌન પાડ્યું તથા મુંબઈમાં 26 નવેમ્બરના રોજ મૃત્યુ પામેલા શહીદોન શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પણ દરેક સ્થળોએ બેનર અને પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં જેમાં શહીદોને યાદ કરવામાં આવ્યાં હતાં.

આ અગાઉ ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (યૂપીસીએ) દ્વારા આજે જે 50 અનાથ બાળકોને સ્ટેડિયમમાં મફતમાં મેચ જોવાનો મૌકો આપ્યો હતો તેઓ આજે સવારે નવ વાગ્યે હાથમા મીણબતી લઈને એક ઝુલૂસના રૂપમાં સ્ટેડિયમમાં આવ્યાં અને તેમણે પણ 26 નવેમ્બરના રોજ મુંબઈમાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. આ બાળકો સાથે યૂપીસીએના કેટલાક પદાધિકારીઓ પણ આ શ્રદ્ધાંજલિ માર્ચમાં શામેલ હતાં.