શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં આપ ફેક્ટર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 12 માર્ચ 2014 (18:41 IST)

કેજરીવાલ મુંબઈમાં ઓટોરિક્ષા અને લોકલ ટ્રેનમાં ફર્યા

PTI
લોકસભા ચૂંટણી તૈયારીઓમાં વ્યસ્ત આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજથી મહારાષ્ટ્ર ખાતે ત્રણ દિવસના પ્રવાસે છે. આજે સવારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ કેજરીવાલ ઓટો-રિક્ષામાં બેસીને અંધેરી રેલ્વે સ્ટેશન પહોંચ્યા.

અંધેરી રેલ્વે સ્ટેશન ખાતેથી ખચાખચ ભરેલી લોકલ ટ્રેનમાં સવાર થઈ ગયા. આ લોકલ ટ્રેનમાં બેસીને ચર્ચ ગેટ સુધી પહોંચ્યા.આપ સમર્થકોએ ચર્ચ ગેટ પર ભારે હંગામો મચાવ્યો. સમર્થકોએ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા માટે રાખેલા મેટલ ડિટેક્ટર પણ તોડી નાંખ્યા હતા.

કેજરીવાલ મુંબઈમાં રોડ શો કરવાની તૈયારીમાં છે પરંતુ મુંબઈ પોલીસે ટ્રાફિકને ધ્યાને રાખીને કેજરીવાલને રોડ શો કરવાની પરવાનગી આપી નથી.

મુંબઈ દક્ષિણ લોકસભા બેઠક પર આપની ઉમેદવાર મીરા સાન્યાલ અને અન્ય કાર્યકર્તાઓને આજે કેજરીવાલ મળવાના છે. આ ઉપરાંત કેજરીવાલ મુંબઈના ઐતિહાસિક અગસ્ત ક્રાંતિ મેદાથી ખિલાફત હાઉસ સુધી રોડ શો કરવાના છે. આ વિસ્તાર મુંબઈ દક્ષિણ લોકસભા વિસ્તારમાં આવે છે. જ્યાંથી સાન્યાલ આપના ટિકીટ પર ચૂંટણી લડી રહી છે.

આ ઉપરાંત કેજરીવાલ ઈસ્ટર્ન ફ્રી વેથી મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા વિસ્તારમાં બીજા રોડ શોમાં ભાગ લેશે. આ વિસ્તારમાં મશહૂર સામાજિક કાર્યકર્તા મેધા પાટકર આપની ઉમેદવાર છે.