શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑગસ્ટ 2015 (11:36 IST)

14 ઓગસ્ટ અષાઢી અમાસ(દિવાસો), આ ઉપાય કરવાથી મળે છે લક્ષ્મી કૃપા

શુક્રવાર , 14 ઓગસ્ટે  અમાસ છે. આ શ્રાવણ માસની અમાવસ્યા છે . એના કારણે ધાર્મિક રીતે એનુ મહત્વ વધારે છે. આ દિવસે શિવ પૂજા  કરવી જોઈએ. માન્યતા છે કે હરિયાલી અમાવસ્યા પર જુદા-જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ. 
1. લક્ષ્મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ. 
 
2. સ્વાસ્થય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળા, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી શકાય છે. 
 
3. જો ભાગ્યનો સાથ ન મળી રહ્યો હોય તો ઘરની આસપાસ અશોક, અર્જુન,  નારિયળ , બડ(વટ)ના છોડ લગાવવા જોઈએ. 
 
4. સંતાન સુખ  મેળવવા માટે પીપળ, નીમ, કદમ્બનો છોડ લગાવવો. 
 
5. જો બુદ્ધિનો વિકાસ ઈચ્છતા હોય તો અષાઢી અમાવસ્યા પર શંખપુષ્પી , પલાશ, બ્રાહ્મી કે તુલસીના છોડ લગાવવા જોઈએ. 
 
6. ઘરમાં સુખ સમૃદ્ધિ ઈચ્છો છો તો નીમ, કદમ્બના છોડ લગાવો. 
 
અષાઢી  અમાસ  પર અહીં જણાવેલા છોડ લગાવવાની સાથે એમની દેખરેખ પણ કરવી જોઈએ.  એવુ માનવામાં આવે છે કે  જેમ-જેમ  છોડ વધશે તમારી મનોકામના પણ પૂરી થવા માંડે  છે.