શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (16:20 IST)

આ નાનકડો ગણેશ મંત્ર તમને નોકરી અને ધંધામાં મોટો ધનલાભ કરાવશે

શાસ્ત્રોમાં ધન મેળવવા માટે કર્મ અને ઉદ્યોગ મતલબ પરિશ્રમ જ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવ્યો છે. વ્યવ્હારિક જીવનમાં મહેનતનુ આ જ રૂપ નોકરી કે વેપારના રૂપમાં જોવા મળતો.. જેના દ્વારા કોઈ વ્યક્તિ ધન એકત્ર કરીને જીવન સફળ અને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે.  
 
આમ તો જીવનમાં ખુશીઓ મેળવવા અને તેને કાયમ રાખવા માટે ઘન ખૂબ જરૂરી છે. જો અહી વેપારની વાત કરીએ તો વેપારમાં સતત સફળતા માટે યોજનાઓ સાથે સાથે ધન પણ જરૂરી હોય છે. 
 
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા માનવામાં આવે છે. તેથી નોકરી કે વેપારમાં ધન લાભ કે ધનની કમીમાંથી બહાર આવવા માટે  વિશેષ ગણેશ મંત્રના જાપનો ઉપાય બતાવાયો છે. જે રોજ ઘરમાંથી નીકળતા પહેલા.. દુકાન ખોલતા પહેલા કે ઓફિસમાં પહોંચ્યા પછી શ્રી ગણેશને ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ અને દીપ ચઢાવીને જરૂર કરો. પૂજા  સામગ્રી ન  હોય તો મનમાં જ સામગ્રીઓને અર્પિત કરો. જાણો આ વિશેષ ગણેશ મંત્ર.. 
 
ૐ ગણેશ મહાલક્ષ્મૈ નમ: 
 
આ ગણેશ મંત્રનો જાપ રોજ ખાસ કરીને બુધવારે.. ચતુર્થી પર કરવાથી નોકરી કે વેપારમાં ધન નુકશાનથી બચાવવા ઉપરાંત સતત સફળતા આપનારો માનવામાં આવ્યો છે.