રવિવાર, 13 એપ્રિલ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 10 એપ્રિલ 2025 (01:03 IST)

Pradosh Vrat 2025: પ્રદોષ વ્રતનાં દિવસે આ વિધિથી કરો બેલપત્રની પૂજા, મહાદેવ ભોલેનાથ પૂરી કરશે મનોકામના

bilva patra, belpatra
Pradosh Vrat 2025 Puja: હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. દર મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી વ્રત કરનારને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચૈત્ર મહિનાનું પહેલુ પ્રદોષ વ્રત એટલે કે હિન્દુ નવું વર્ષનું પહેલુ પ્રદોષ વ્રત 10  એપ્રિલના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ચૈત્ર એ હિન્દુ કેલેન્ડરનો પહેલો મહિનો છે. પ્રદોષ વ્રતના દિવસે, ભગવાન શિવ અને માતા પાર્વતીની સાથે બીલીપત્રના વૃક્ષની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે.
 
પ્રદોષ વ્રતના દિવસે આ રીતે કરો બીલીપત્રના વૃક્ષની પૂજા
 
- પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ કપડાં પહેરો. વ્રત કરવાનો સંકલ્પ લો.
 
- સૌ પ્રથમ, ઘરમાં મંદિરમાં ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરો.
 
- આ પછી, બીલીપત્રના વૃક્ષ નીચેની સાફ સફાઈ કરો

 - બીલીપત્રના ઝાડ સામે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને બેસો.
 
-  પછી બીલીપત્રના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો. 
 
 - ઝાડના થડ પર ચંદન અથવા કંકુનું તિલક લગાવો અને ચોખા અને ફૂલ પણ અર્પણ કરો.
 
-  બીલીપત્ર ના ઝાડ નીચે બેસીને ભગવાન શિવના મંત્રોનો જાપ કરો.
 
- ભગવાન શિવની આરતી કરો પછી બીલીપત્રના ઝાડની પરિક્રમા કરો.
 
- સાથે જ ધ્યાન રાખો કે પ્રદોષ વ્રતના દિવસે  બીલીપત્રનું પાન ભૂલથી પણ ન તોડશો. પૂજા માટે એક દિવસ અગાઉથી બીલીપત્ર તોડીને તૈયાર રાખો.
 
બીલીપત્ર પૂજાનું મહત્વ
 
ભગવાન શિવને  બીલીપત્ર ખૂબ પ્રિય છે. બીલીપત્ર વિના મહાદેવની પૂજા અધૂરી માનવામાં આવે છે. ભોલેનાથને બીલીપત્ર ચઢાવવાથી ભક્તોને ઇચ્છિત ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની સાથે બીલીપત્રના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો કોઈની કુંડળીમાં ગ્રહદોષ હોય તો તેને પણ આનાથી શાંતિ મળે છે