મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 14 ડિસેમ્બર 2024 (10:46 IST)

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Birth Story Of Lord Dattatreya - માગશર મહિનાની પૂનમના ભગવાન દત્તાત્રેયની જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. આ વખતે આ પર્વ 14 ડિસેમ્બર, શનિવારના રોજ છે. ધર્મ ગ્રંથો મુજબ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર છે. શ્રીમદભાગવત વગેરે ગ્રંથો મુજબ તેમણે 24 ગુરુઓ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. દત્ત જયંતિ નિમિત્તે આવો જાણીએ ભગવાન દત્ત ભગવાનની જન્મકથા વિશે 
 
સપ્ત ઋષિઓમાં એક ઋષિ એટલે અત્રિ. તેમણે કર્દમકન્યા અનસૂયા સાથે લગ્ન કર્યાં હતાં. આ ઋષિદંપત્તીનું જીવન ઉત્કૃષ્ટ હતું. બંનેના જીવનમાં સાત્ત્વિકતાનો કેવો યોગાનુયોગ થયેલો! અત્રિ 'મહર્ષિ' હતા તો અનસૂયા 'મહાસતી' બંનેની ખૂબ તેજસ્વી પ્રતિભા. 'અત્રિ'માં 'અ' એટલે નહી અને 'ત્રિ' એટલે ત્રિગુણ. જે સત્ત્વ, રજ અને તમ. એવા ત્રણ ગુણોથી પર છે તે એવી રીતે 'અનસૂયા' એટલે સ્ત્રીસહજ ઇર્ષ્યા, અસૂયા જેને સ્પર્શી શકી નથી એવી જીવંત નિખાલસતા એટલે અનસૂયા. આવાં માતાપિતાને ત્યાં તેજસ્વી અને સર્વગુણ સંપન્ન દત્ત જેવા પુત્રએ જન્મ લીધો છે .
 
દત્ત ભગવાનનો જન્મ કેવી રીતે થયો 
એક વખત માતા લક્ષ્મી, પાર્વતી તથા સરસ્વતીને પોતાના પતિવ્રત પર અત્યંત ગર્વ થઈ ગયો હતો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી.  તેના મુજબ એક દિવસ નારદજી ફરતા-ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યુ કે અત્રિપત્ની અનુસૂઇયાની સામે તમારું સતીત્વ કંઈ પણ નથી.
 
ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને જણાવી અને તેમને કહ્યુ કે તે અુસૂઇયાના પતિવ્રતની પરીક્ષા લે. ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા સાધુઓનો વેષ ધારણ કરીને અત્રિ મુનિના આશ્રમ ગયા.  મહર્ષિ અત્રિ ત્યારે આશ્રમમાં નહોતા. ત્રણેયે દેવી અનુસૂઇયા પાસે ભીક્ષા માંગી પરંતુ એવું પણ કહ્યું કે તમારે નિર્વસ્ત્ર થઈને અમને ભીક્ષા આપવી પડશે.
 
અનુસૂઇયા પહેલા તો આ સાંભળીને દંગ રહી ગઈ, પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને કહ્યું કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ 6-6 મહિનાના બાળક થઈ જાય અને તરત ત્રણેય દેવ શિશુ બનીને રડવા લાગ્યા.  ત્યારે અનુસૂઇયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યુ અને પારણાંમાં ઝૂલાવવા લાગી. જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પાછા ન આવ્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યાં આવીને બધી વાત જણાવી.
 
ત્રણેય દેવીઓ અનુસૂઇયા પાસે આવી અને માફી માગી. ત્યારે દેવી અનુસૂઇયાએ ત્રિદેવને પોતાના પૂર્ણ રૂપમાં કરી દીધા. પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યો કે અમે ત્રણે પોતાના અંશથી તમારા ગર્ભમાં પુત્રરૂપમાં જન્મ લઈશુ.
 
ત્યારબાદ આ બ્રહ્મા, વિષ્ણ  અને મહેશના અંશાવતારરૂપ જન્મેલ બાળક તે દત્ત. મહર્ષિ અત્રિએ પણ પ્રાર્થના કરતાં ઈશ્વર પાસે હંમેશા એવુ કહ્યુ હતુ કે : ' હે પ્રભુ તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની, પાલન કરનાર વિષ્ણુની અને વિસર્જન કરનાર શિવની શક્તિરૂપ ગુણો હોય.' સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો તે દત્ત. જે અત્રિ ઋષિના ગુણસંપન્ન સંતાન તરીકે 'આત્રેય' કહેવાયો. આમ તેમનું દત્તાત્રેય એવું નામાભિધાન થયું. પ્રતિ વર્ષ માગશર સુદ ચૌદશ, તેમની જન્મજ્યંતિ તરીકે ખુબ ભક્તિભાવથી ઉજવાય છે.