ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (09:41 IST)

Chaturmas 2021- ચાતુર્માસમાં કરો આ 5 નિયમોનો પાલન, ધન-વૈભવની પ્રાપ્તિ થશે

ચાતુર્મસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે. હિન્દુ પંચાગના મુજબ આષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. ચાતુર્માસથી ચાર મહિનાના સમય છે જેમાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિક મહીના આવે છે. આ વખતે 20 જુલાઈથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યુ છે. ધાર્મિક માન્યતા મુજબ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રાસાનમાં જાય છે. આ દરમિયાન તે તેમનો કાર્યભર ભગવાન શિવને સોંપે છે. ભગવાન વિષ્ણુ નિદ્રાસનથી દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે અને પુન: સૃષ્ટિનો લાલન-પાલન કરે છે. શસ્ત્રોમાં ચાતુર્માસ માટે કેટલક ખાસ નિયમ જણાવ્યા છે જેના પાલન કરવાથી જાતકોને જગતના પાળનહાર ભગવાન વિષ્ણુજીનો આશીર્વદ મળે છે. આવો જાણીએ ચાતુર્માસમાં કયાં નિયમોનો પાલન કરવો જોઈએ.
 
માન્યતા મુજબ ચાતુર્માસના દરમિયાન કાળા અને નીલા રંગના વસ્ત્ર નહી ધારણ કરવા જોઈએ. આ વસ્ત્રોને ધારણ કરવાથી દોષ લાગે છે અને આ દોષની શુદ્ધિ ભગવાન સૂર્યનારાયણના દર્શનથી હોય છે. આ સમયે તમે ઉપરોક્ત રંગન વસ્ત્ર ધારણ ન કરવું. 
 
ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુજીનો સ્મરણ કરવો જોઈએ. આ સમયેમાં કોઈને ખરી-ખોટી ન બોલવુ જોઈએ. ચાતુર્માસમાં બીજાની નિંદા કરવી કે નિંદાને સાંભળવું પાપ ગણાય છે. તમારા મનમાં કોઈના પ્રત્યે ખોટા વિચર ન લાવવું. 
 
માન્યતા મુજબ દેવશયની એકાદશીથી લઈને દેવઉઠની એકાદશી સુધી બેડ કે ખાટલા પર નહી સૂવો જોઈએ. પણ આ દરમિયાન ધરતી પર પથારી લગાવીને શયન કરવો જોઈએ. આ નિયમનો પાલન કરનાર જાતક ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ મળે છે. 
 
ચાતુર્મસના દરમિયાન કેટલાક ખાદ્ય પદાર્થોને પણ નહી ખાવુ જોઈએ જે વ્યક્તિ આવુ કરે છે તે પાપના ભાગી ગણાય છે. જ્યારે મૌન રહીને ભોજન કરનાર જાતકને પુણ્ય મળે છે. જો પાકેલા અન્નમાં જીવ-જંતુ પડી જાય તો તે અન્ન અશુદ્ધ થઈ જાય છે તેનો સેવન ન કરવું. 
 
ચાતુર્માસના દરમિયાન નૈતિક મૂલ્યો અને બ્રહ્મચર્યનો પાલન કરવું. ત્યાગ, તપસ્યા, જપ ધ્યાન, સ્નાન, દાન અને પુણ્યના કાર્ય આ સમયેમાં લાભકારી અને પુણ્યકારી ગણાય છે.