મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (09:53 IST)

Damnak Chaturdashi 2023: આજે કરો દમનકના છોડની પૂજા, લગ્નમાં આવતા અવરોધો થશે દૂર અને ઘરમાં જલ્દી વાગશે શહનાઈ

marriage
Damnak Chaturdashi 2023: આજે ચૈત્ર શુક્લ પક્ષ, ત્રયોદશી અને મંગળવારનો દિવસ છે. આજે સવારે 8.05 વાગ્યા સુધી ત્રયોદશી તિથિ રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ દમનક ચતુર્દશી ઉજવવાનું વિધાન છે. આ દિવસે દમનકના છોડની જડ,  અને ડાળખીઓથી કામદેવની પૂજા કરવામાં આવે છે, પરંતુ દમનક ચતુર્દશી સાથે જોડાયેલી કેટલીક અન્ય માન્યતાઓ પણ સામે આવે છે. કેટલાક પુરાણો અનુસાર દમનક ચતુર્દશી પર શ્રી વિષ્ણુની પૂજા દમનકના છોડથી કરવામાં આવે છે.
 
આ દિવસે ભૈરવ અને શિવની પૂજા કરવાનો પણ વિધાન છે. તો બીજી બાજુ, કેટલાક પુરાણોમાં ચૈત્ર શુક્લ ચતુર્દશીના દિવસે દમનકના છોડની પૂજા કરવાની અને અશોક વૃક્ષના મૂળમાં શિવનું આહ્વાન કરવાની વાત છે. આ સંદર્ભમાં, એવું કહેવાય છે કે શિવની ત્રીજી નેત્રમાંથી જે અગ્નિ ભૈરવના રૂપમાં પ્રગટ થયેલા તેમને ભગવાન શિવે દમનક નામ આપ્યું હતું અને માતા પાર્વતીએ તેને પૃથ્વી પર એક છોડનાં સ્વરૂપમાં પ્રગટ થવા કહ્યું હતું. 
 
આના પર ભગવાન શિવે દમનકને વરદાન આપ્યું હતું કે જો લોકો વસંત અને મદન એટલે કે કામદેવની સાથે તમારી પૂજા કરશે તો તેમને જીવનની તમામ ખુશીઓ મળશે. એટલે કે એકંદરે આ દિવસે દમનકના છોડનું વિશેષ મહત્વ છે. આ દિવસે દમણકના છોડની પૂજા કરવી અને તેના દર્શન કરવાથી ખૂબ જ ફળ મળશે.
 
લગ્ન સંબંધી તમામ અવરોધો થશે દૂર 
જે લોકોના  કોઈ કારણસર લગ્ન નથી થઈ શકતા અથવા જેમના લગ્નજીવનમાં તકલીફો આવી રહી છે તેઓ આ દિવસે દમનકના છોડની ડાળી પર કકુંથી ચાંદલો કરી તેના જડ પર પાણી ચઢાવો અને 'કલી કામદેવાય નમઃ' મંત્રનો ઓછામાં ઓછા 11 વાર જાપ કરવો જોઈએ. પરંતુ જેમને દમનકનો છોડ નથી મળી રહ્યો તેમણે ઈન્ટરનેટ પરથી ફોટો ડાઉનલોડ કરીને તેને નમન કરવું જોઈએ અને 11 વાર 'કલી કામદેવાય નમઃ' મંત્રનો પાઠ કરવો જોઈએ. તમને આનાથી ચોક્કસ ફાયદો થશે. તમને વૈવાહિક સુખનો લાભ મળશે અને જેમના હજી લગ્ન નથી થયા તેમના ઘરમાં જલ્દી જ શહેનાઈ ગુંજશે.
 
દમનક પ્લાન્ટ વિશે
દમનકના છોડને સામાન્ય ભાષામાં મરુઆ અથવા દૌના તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં થાય છે. તેમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે, એક જેમાં તુલસીના છોડની જેમ મંજરી  દેખાય છે અને બીજી જેમાં નાના ફૂલોના ગુચ્છો બનેલા હોય છે. અલગ-અલગ જગ્યાઓ અનુસાર તેના પાંદડાઓમાં ભિન્નતા જોવા મળે છે. આ સાથે, કેટલીક જગ્યાએ આ છોડ કદમાં નાનો છે, તો કેટલીક જગ્યાએ તે થોડો મોટો પણ જોવા મળે છે. દમનકનો છોડ ખૂબ જ સુગંધિત હોય છે અને તેની સુગંધ માત્ર પોતાના પુરતી જ સીમિત નથી હોતી, પરંતુ તેની સુગંધ તે જ્યાં હોય છે તેની આસપાસ ફેલાય છે. ઉલ્લેખનીય છે કે  તેની સુગંધ માત્ર વાતાવરણને સારું બનાવવાનું કામ નથી કરતી પરંતુ તે આપણા શરીરને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી બચાવવાનું પણ કામ કરે છે. આ દરમિયાન દમનક ચતુર્દશીની ઉજવણી પાછળ આપણા પૂર્વજોએ પણ આ જ વિચાર કર્યો હશે.
 
હકીકતમાં આ સમય દરમિયાન હવામાનમાં ફેરફારને કારણે, બેક્ટેરિયા ખૂબ ફેલાય છે, જે ચેપનું કારણ બને છે અને આપણને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા માંડે  છે. આવી સ્થિતિમાં દમનકનો છોડ આપણને સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. આથી જો શક્ય હોય તો આ દિવસે દમનકના છોડની પૂજા કરવાની સાથે તમારા ઘર કે ઓફીસના મુખ્ય દ્વાર પાસે દમનકનો છોડ પણ લગાવવો જોઈએ. આ તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવશે.