શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 21 નવેમ્બર 2020 (16:46 IST)

શનિવારના દિવસે કરો આ 4 સહેલા ટોટકા, શનિ દેવ અને હનુમાનજીની વરસશે કૃપા

શનિવારનો દિવસ ભગવાન શનિનો દિવસ છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે શનિવારનો દિવસ  શ્રી રામભક્ત અને અત્યંત શક્તિશાળી ભગવાન  હનુમાનજીનો પણ રહે છે. જે પણ વ્યક્તિ પર આ બંનેની કૃપા થઈ જાય તે ભવસાગર પાર કરી જાય છે. શનિદેવની દ્રષ્ટિથી મનુષ્ય ધન ધાન્યથી પૂર્ણ થાય છે તો બીજી બાજુ મહાબલી હનુમાનજીની કૃપા દ્રષ્ટિથી મનુષ્ય ના દુશ્મન તમે આપમેળે જ ખતમ થઈ જાય છે. શનિદેવ અને હનુમાનજીની લાભકારી દ્રષ્ટિ અને તેમનો આશીર્વાદ મેળવવા માટે શનિવારે આ 4 ટોટકા કરો.  જેનાથી તમારા જીવનમાં ફેરફાર સાથે બધા દુખ દર્દ દૂર થઈ જશે અને અટકેલુ ધન અને ધન લાભ મળવા લાગશે. આજે અમે તમને આવા જ 4 ટોટકા બતાવી રહ્યા છીએ. 
 
આજે અમે તમને એવા 4 ટોટકા બતાવી રહ્યા છે જે તમે દરેક શનિવારે કરી શકો છો 
 
પ્રથમ ટોટકો દૂર કરશે સાઢેસાતી 
 
ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. ભક્ત જે પણ તેમને તેમના સાચા હૃદયથી યાદ કરે છે, શનિદેવ તેમને તેમના આશીર્વાદ આપે છે. જો તમને શનિદેવની સાઢેસાતી કે ઢૈય્યા કે અન્ય કોઈ દોષ છે તો શનિવારે  શનિવારે પીપળના ઝાડની નીચે બે હાથ વડે સ્પર્શ કરીને પીપળાના ઝાડની સાત પરિક્રમા કરો. 
જો તમે દર શનિવારે આ કરો  તો સારું રહેશે. યાદ રાખો કે તમારે પીપલના પરિક્રમા દરમિયાન "ૐ શં શનૈશ્ચરાય નમ:" નો જાપ કરવાનો છે. 
 
બીજો ટોટકો ખોલશે તમારા બંધ ભાગ્યના દ્વાર 
 
શનિવારે ભગવાન હનુમાન તેમજ શનિદેવની પૂજા કરો. શનિવારે સાંજે માછલીને અને કીડીઓને કણક ખવડાવો. આ દ્વારા શનિદેવ અને હનુમાનજીની કૃપાથી તમારું ભાગ્ય પ્રગટ થશે. જો તમારું કોઈ દેવું છે અથવા તમે નોકરીમાં પ્રગતિ કરી રહ્યા નથી, તો દર શનિવારે આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તેની અસર જોશો.
 
ત્રીજો ટોટકો દૂર ધનલાભ વધારશે 
 
શનિવારનો દિવસ શનિ દેવ સાથે જ હનુમાનજીના નામ પર પણ રહે છે.   શનિવારના દિવસે તમે બંને ભગવાનના નામની એકાસના કરો. શનિવારે સાંજે તએમ એકાસના તોડતા પહેલા એક રોટલી લો અને તેને તમારી સામે મુકીને તમારી ઈચ્છા અને મનોકામના કરો.  જ્યારે તમે આ કરો ત્યારે રોટલી સ્વચ્છ વાસણમાં તમારી સામે મુકો.  તમારી મનોકામના કહ્યા પછી આ રોટલીને કોઈ પણ કાળા કૂતરા કે કાળી ગાયને ખવડાવી દો.  આ ટોટકો કરવાથી તમારા બધા બગડેલા કામ પાર પડી જશે અને અટકેલુ ધન આવવા માંડશે. 
 
ચોથો ટોટકો તમારી દુશ્મની ખતમ કરી દેશે 
 
શનિવારે ભગવાન શનિદેવને હનુમાનની સામે તેલ ચઢાવવું જોઈએ. ત્યારબાદ શનિવારે કાળી વસ્તુઓનું દાન કરવાના ઉપાય કરી શકો છો. જેમા અડદની દાળ કાળુ કાપડ, કાળા તલ અને કાળા ચણા કોઈપણ ગરીબ વ્યક્તિને દાન આપો આ ટોટકો કરવાથી તમારા પર શનિદેવ અને હનુમાનજીનાકૃપા બની રહેશે પછી ભલેને તમારો દુશ્મન કેટલો મોટો કેમ ન  હોય, તે આપમેળે  દુશ્મની ખતમ કરી દેશે. 
 
અમારા દ્વારા બતાવેલા આ ચાર ટોટકા તમે શનિવારના દિવસે જરૂર કરો. જેનુ પરિણામ તમને જલ્દી જોવા મળશે. આ ચાર ટોટકા ખૂબ સહેલા છે.