શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 10 નવેમ્બર 2016 (17:50 IST)

11 નવેમ્બર દેવ ઉઠની અગિયારસ - 24 કલાક છે ખાસ.. પુણ્યલાભ માટે રાખો ધ્યાન

આવતીકાલે 11 નવેમ્બર શુક્રવારે દેવ દેવ ઉઠની અગિયારસ છે. 4 મહિના પછી જાગશે ભગવાન શ્રી હરિ વિષ્ણુ. શાસ્ત્રો મુજબ કાલનો ન તો દિવસ પણ રાત પણ ખાસ છે તેથી કેટલાક ખાસ કામ ચેહ જે ન કરવા જોઈએ નહી તો કમાવેલ પુણ્ય પણ પાપમાં પરિવર્તિત થઈ જાય છે.  આમ તો આ દિવસે વ્રત કરવાનુ વિધાન છે. પણ શક્ય ન હોય તો પુણ્યલાભ માટે રાખો ધ્યાન. 
 
- જુગાર રમનારાઓનુ ઘર-કુટુંબ ક્યારેય વસી શકતુ નથી. આમ તો આ ક્યારેય રમવુ ન જોઈએ પણ એકાદશી તિથિ પર ખુદ પર નિયંત્રણ રાખો અને આ રમત ન રમો. 
 
- અગિયારસની રાત્રે જાગરણ કરીને હરી નામ સંકીર્તન કરવુ જોઈએ. 
 
- પાન ન ખાવુ જોઈએ તેનાથી રજોગુણમાં વધારો થાય છે.  કોઈને ભેટ પણ કરો. 
 
- દાતણ, મંજન, ટૂથ પેસ્ટનો પ્રયોગ ન કરો. 
 
- ચોરી કરવાથી આ લોકમાં જ નહી પરલોકમાં પણ દુખ ભોગવવુ પડે છે. આ ખરાબ ટેવથી અગિયારસવાળા દિવસે જ નહી પણ કાયમ દૂર રહો. 
 
- હિંસાથી દૂર રહો મનમાં ખરાબ ભાવ આવે છે. 
 
- સંભોગ ન કરો બ્રહ્મચર્યનુ પાલન કરો. 
 
- ખોટુ ન બોલવુ જોઈએ 
 
- કોઈના ગુણ દોષની વ્યાખ્યા અથવા તિરસ્કાર ન કરો. 
 
- કામ ભાવથી દૂર રહો. 
 
- મનમાં દ્વેષ ન આવવા દો 
 
- માસ મદિરાથી દૂર રહો 
 
- લસણ ડુંગળીનુ સેવન ન કરો.