રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 28 ઑગસ્ટ 2021 (21:43 IST)

રવિવારે ઉજવવામાં આવશે શીતળા સાતમનો તહેવાર, જાણો ધાર્મિક માહત્ય અને પૂજાની વિધિ

દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ  તેહવાર  જનમાષ્ટમીના  એક દિવસ પહેલા ઉજવાય છે.  જેને શીતળાઅષ્ટમી કહેવાય છે.  આ દિવસે પણ શીતળા માતાની પૂજા કરવામા આવે છે. રવિવારે શીતળા સાતમનો તહેવાર છે. આ તહેવારને ‘બસોદા’, ‘લાસોડા’ અથવા ‘ચિલા પૂજન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, પૂજા કરી ટાઢું ખાય છે.
 
શીતળામાતાની પૌરાણિક કથા
એક ગામમાં એક પરિવાર રહેતો હતો. શ્રાવણ માસની છઠ્ઠના દિવસે પરિવારની વહુઓએ રસોઈ બનાવી. પરંતુ દેરાણી અને જેઠાણી ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હતી. રાત્રિનો સમય થયો અને મા શીતળા ફરવા નીકળ્યા, તેઓ દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં આખા શરીરે દાઝી ગયાં.તેથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો કે “જેવી મને બાળી, એવું જ તારું પેટ બળજો.” આ વાત જાણી દેરાણી કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. 
 
આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.” એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ. હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને, વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો.. જય શીતળા માતા.
 
શીતળા માતાનું પૂજન આ રીતે કરો
 
આ દિવસે કોઇપણ ગરમ વસ્તુનું સેવન ન કરવું જોઇએ.
શીતળા સાતમના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.
આ દિવસે ઠંડુ ભોજન કરવું જોઇએ.
આ દિવસે રાતે બનેલુ વાસી ભોજન સમગ્ર દિવસ દરમિયાન ખાવામાં આવે છે.
શીતળા સાતમના દિવસે લોકો ચૂલો સળગાવતા નથી. આ દિવસે ચૂલાની પૂજા કરવામાં આવે છે.