1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 12 જાન્યુઆરી 2022 (00:09 IST)

Ganesh Upay: ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય, ઘરમાં વધશે સમૃદ્ધિ

budhwar upay
ઘરમાં સુખ સમૃદ્ધિ માટે બુધવારે કરો ગણેશજીના ઉપાય
 
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુઘ ગ્રહ માટે પણ વિશેષ ઉપાય કરવામાં આવે છે. 
 
કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે. 
 
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ. 
 
બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે. 
 
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે. 
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.