શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 8 નવેમ્બર 2021 (12:04 IST)

કેવી રીતે કરીએ આપણા નવા ઘરમાં પ્રવેશ, જાણો 20 જરૂરી વાતોં

ઘર ભલે પોતાનું બન્યું હોય કે પછી ભાડાનો. જ્યારે અમે પ્રવેશ કરે છે તો નવી આશા, નવા સપના, નવી ઉમંગ સ્વભાવિક રૂપથી મનમાં હીલોર લે છે. નવું ઘર અમારા માટે મંગળમયી હોય, પ્રગતિકારક હોય, યશ, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની ભેંટ આપે આ કામના હોય છે. આવો જાણીએ 20 જરૂરી વાત જે તમારા ઘરમાં પ્રવેશના સમયે યાદ રાખવી જોઈએ. 

 
1. સૌથી પહેલા ગૃહ પ્રવેશ માટે દિવસ, તિથિ, વાર અને નક્ષત્રને ધ્યાનમાં રાખતા, ગૃહ પ્રવેશની તિથિ અને સમયનો નિર્ધારણ કરાય છે. ગૃહ પ્રવેશ માટે શુભ મૂહૂર્તની કાળજી જરૂર રાખવી. એક વિદ્બાન બ્રાહ્મણની સહાયતા લેવી. જે વિધિપૂર્વક મંત્રોચ્ચારણ કરી ગૃહ પ્રવેશની પૂજાને સંપૂર્ણ કરે છે.
2. માઘ, ફાગણ, વૈશાખ, જેઠ માહાને ગૃહ પ્રવેશ માટે સૌથી સાચું સમય જણાવ્યું છે. આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, પૌષ તેના હિસાબે શુભ 
નહી ગણાય છે. 
3. મંગળવારના દિવસે પણ ગૃહ પ્રવેશ નહી કરાય છે. ખાસ પરિસ્થિતિમાં રવિવારે અને શનિવારના દિવસે પણ ગૃહ પ્રવેશ વર્જિત ગણાય છે. અઠવાડિયાના બાકી દિવસોમાંથી કોઈ પણ દિવસે ગૃહ પ્રવેશ કરાય છે. અમાવસ્યા અને પૂર્ણિમાને મૂકીને શુક્લપક્ષ 2, 3, 5, 7, 10, 11, 12 અને 13 તિથિઓ પ્રવેશ માટે ખૂબ શુભ ગણાય છે. 
4. પૂજન સામગ્રી -કળશ, નારિયેળ, શુદ્ધ જળ, કંકુ, ચોખા, અબીર, ગુલાલ, ધૂપબતી, પાંચ શુભ માંગલિક વસ્તુઓ, આંબા કે અશોકના પાન, પીળી હળદર, ગોળ, ચોખા, દૂધ વગેરે. 
5. મંગળ કળશની સાથે નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ. 
6. ઘરને તોરણ, રાંગોળી, ફૂળોથી શણગારવું જોઈએ. 
7. કળશ અને નારિયેળ પર કંકુથી સ્વાસ્તિકનો ચિન્હ બનાવો. 
8. કળશ અને નારિયેળ પર કંકુનો ચિન્હ બનાવો. 
9. નવા ઘરમાં પ્રવેશના સમયે ઘરના સ્વામી અને સ્વામિનીને પાંચ માંગલિક વસ્તુ નારિયેળ, પીળી હળદર, ગોળ, ચોખા, દૂધ વગેરે લઈને નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ. 
10. ભગવાન ગણેશની મૂર્તિ, દક્ષિણાવર્તી શંખ, શ્રી યંત્રને ગૃહ પ્રવેશ વાળા દિવસે ઘરમાં લઈ જવું જોઈએ. 
11. મંગળ ગીતની સાથે નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ. 
12. પુરૂષ પહેલા જમણા પગ અને યુવતીના ડાબો પગ વધારીને નવા ઘરમાં પ્રવેશ કરવું. 
13. ત્યારબાદ ભગવાન ગણેશનો ધ્યાન કરતા ગણેશજીના મંત્રની સાથે ઘરના ઈશાન ખૂણામાં કે પછી પૂજા ઘરમાં કલશની સ્થાપના કરવી. 
14. રસોડામાં પણ પૂજા કરવી જોઈએ. ચૂલ્હા, પાણી રાખવાના સ્થાન અને સ્ટોર વગેરેમાં ધૂપ, દીપકની સાથે કંકુ, હળદર, ચોખા વગેરેથી પૂજના કરી સ્વાસ્તિક ચિન્હ બનાવવું જોઈએ. 
15. રસોડામાં પહેલા દિવસે ગોળ અને લીલી શાકભાજી રાખવી શુભ ગણાય છે. 
16. ચૂલ્હાને સળગાવીને સૌથી પહેલા તેના પર દૂધ ઉભરાવવું જોઈએ. 
17. મિષ્ઠાન બનાવીને તેનો ભોગ લગાવવું જોઈએ. 
18. ઘરમાં બનેલા ભોજનથી સૌથી પહેલા ભગવાનને ભોગ લગાડો. 
19. ગૌ માતા, કાગડા, કૂતરા અને કીડીઓ વગેરેને માટે ભોજન કાઢીને રાખો. 
20. બ્રાહ્મણને ભોજન કરાવો કે પછી કોઈ ગરીબ કે ભૂખ્યા માણસને ભોજન કરાવવું. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે.