શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2019 (12:15 IST)

આવી સ્ત્રીના ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ નથી કરતી

મિત્રો ઘરની ગૃહિણી એ ગૃહલક્ષ્મી કહેવાય છે. એક ગુણવાન ગૃહિણીને કારણે જ મકાન સાચા અર્થમાં ઘર બને છે. ઘરની સુખ સમૃદ્ધિ પણ મોટાભાગે એક સ્ત્રીના હાથમાં હોય છે. જે ઘરમાં સ્ત્રી ઘરની દરેક વ્યક્તિનુ ધ્યાન રાખે છે અને હિન્દુ ધર્મના રીત રિવાજોનુ પાલન કરે છે તે ઘર પર લક્ષ્મી સદાય મહેરબાન રહે છે. પરંતુ કેટલાક કામ એવા પણ છે જે ઘરની મહિલાઓએ ન કરવી જોઈએ. કારણ કે ઘરની વહુઓ અને દીકરીઓને લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા પણ છેકે કોઈપણ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક બનાવી શકે છે.