હનુમાનજીના આ ટોટકા અપાવશે તમને સફળતા

શનિવાર, 28 એપ્રિલ 2018 (08:56 IST)

Widgets Magazine

હનુમાનજીના આશીર્વાદથી બધા બગડેલા કામ ચપટીમાં પૂરા થઈ જાય છે. કહેવાય છે કે હનુમાનજી કળયુગમાં પણ વિદ્યમાન છે.  શ્રીરામ કથા અને સુંદર કાંડના પાઠમાં ભક્ત હનુમાનજી ની હાજરી હંમેશા અનુભવે છે. હનુમાનજીનો આશીર્વાદ મળી ગયો. તો સમજો બધા કામ બની ગયા. તેમને મહાવીર, રુદ્રવતાર, પવન પુત્ર, અંજની પુત્ર વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સર્વશક્તિમાન શ્રીરામ ભક્ત હનુમાન હંમેશા પોતાના ભક્તો પર આશીર્વાદ બનાવી રાખે છે. તેમની પૂજાથી કાળો જાદૂ, આર્થિક, સ્વાસ્થ્ય, નકારાત્મક, ઉર્જા, અભ્યાસ અને ડર સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. વાંચો કેટલાક સહેલા ઉપાય.. 
 
1.  જો શનિ કોઈ સમસ્યા ઉભી કરે છે અને બધા પૂજા-પાઠ પછી કોઈ સમાધાન નથી નીકળતુ તો શનિવારે હનુમાનને ચોલા ચઢાવો. આ સાથે જ સિંદૂર અને ચમેલીનુ તેલ ચઢાવીને હનુમાન ચાલીસા કે હનુમાનજી ના અન્ય મંત્રોનો જાપ કરો અને તલના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ કાળા ચણા અને ગોળની સાથે નારિયળ ચઢાવ્યા પછી શનિ અવરોધથી બચવા માટે હનુમાનના 108 નામોનુ સ્મરણ કરો. ચોક્કસ તમારી લાઈફમાં સારો ફેરફાર આવશે. 
 
2. જો મંગળ ગ્રહ તમારા જીવનમાં સ્વાસ્થ્યની સમસ્યા ઉભી કરે છે અને તમે આ સમસ્યામાંથી બહાર નથી નીકળી રહ્યા તો મંગળવારે હનુમાનજીને ચોલા સાથે ચમેલીનુ તેલ, સિંદૂર અને ચણા સાથે સૂરજમુખીના ફુલ ચઢાવો. ત્યારબાદ 9 પીપળના પાન લઈને ચંદનની લાકડીથી તેના પર શ્રીરામ લખીને હનુમાનને ચઢાવો અને પછી હનુમાનના 108 ચક્કર લગાવીને પ્રાર્થના કરો. તમારા બગડેલા બધા કામ ચપટીમાં બની જશે. 
 
3. જો ભય તમારો પીછો નથી છોડી રહ્યા અને તમે તનાવમાં તો 7 દિવસ હનુમાનજીની વિશેષ પૂજા કરો. હનુમન અષ્ટક અને હનુમાન ચાલીસા રોજ 100 વાર વાંચો. આ હનુમાનજીનું સિદ્ધ કવચ જે ચોક્કસ લાભદાયક હોય છે. 
 
4. જો ભગવાનને સંપૂર્ણ રીતે ખુશ કરવા માંગો છો તો તમારી ઊંચાઈ મુજબ નાળને ગાંઠ બાંધીને નારિયળ પર લપેટીને તેના પર કેસર કે સિંદૂરથી સ્વસ્તિક બનાવીને હનુમાન ચાલીસા વાંચીને હનુમાનજીને ચઢાવો. 
 
5. તમારા મોઢાને દક્ષિણની તરફ રાખીને સાત દિવસ સુધી રોજ પીપળના ઝાડ નીચે બેસીને 180 વાર હનુમાન ચાલીસા વાંચો જેનાથી તમારા ધનના દ્વાર ખુલી જશે. 
 
6. જો તમને ગ્રહોની સમસ્યા સતાવી રહી છે તો કાળા ચણા અને ગોળ લઈને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં પ્રસાદ વહેંચો અને હનુમાન ચાલીસાનો જાપ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ચાણક્ય નીતિ- આ 4 વાત કોઈને નહી જણાવી જોઈએ

વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા ...

news

જો તમને સપનામાં દેખાય રહ્યા છે આ માણસ તો જાણો તમારી સાથે થશે કઈક આવું.

આજે અમે તમને કેટલાક એવી વાત જનાવા જઈ રહ્યા છે જે તમારા જીવનથી સંકળાયેલી છે. માણસ સપનમાં ...

news

મહિલાઓના વાળથી સંકળાયેલી આ 7 વાત,જાણીને તમે પણ હેરાન થઈ જશો

હમેશા બા કે દાદી તેમની દીકરીને કેટલાક એવી કામ કરવાની ના પાડે છે કારણકે શાસ્ત્રો મુજબ આજે ...

news

ચોખાના આ ઉપાય ગરીબીને કહેશે બાય બાય

શાસ્ત્રો મુજબ જ્યારે પણ કોઈ પૂજન કરવામાં આવે છે તો તેમા મુખ્ય રૂપે ગુલાલ, કંકુ, સિંદૂર, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine