Hindu Dharm - આ ઉપાયોથી તમે પણ તમારુ ભાગ્ય ચમકાવી શકો છો !!

બુધવાર, 19 જુલાઈ 2017 (05:29 IST)

Widgets Magazine

તમારુ લક - જો તમારુ લક તમારી સાથે છે તો તમે દુનિયા જીતી શકો છો. પણ દરેકને ભાગ્ય સાથ નથી આપતુ. ન તો દરેકનુ ભાગ્ય એક જેવુ હોય છે. શુ તમે પણ સાચે જ તમારુ ભાગ્ય જગાડવા માંગો છો ? જો તમે પણ તમારુ ભાગ્ય બદલીને દુનિયામાં તમારું લક્ષ્ય મેળવવા માંગો છો તો આજે અમે તમને કેટલાક એવા સરળ ઉપયઓ બતાવીશુ જેને અપનાવીને તમે તમારુ ભાગ્ય જગાવી શકો છો, જાણો ભાગ્ય જગાડવાના ટોટકા વિશે... 
 
અગિયારસનું વ્રત - તમે તમારા ભાગ્યને જગાવીને જીવનમાં સફળ થવા માંગો છો તો અગિયારસનું વ્રત કરો. એક વર્ષ સુધી અગિયારસનું વ્રત કરો. વ્રતના દિવસે સૂર્યદેવતાને જળ ચઢાવો. ચોખા ન ખાશો. આ દિવસે ચોખા કે પછી ચોખાથી બનેલ વસ્તુઓનું દાન કરો. વ્રત દરમિયાન તમે દૂધ, પાણી અને ફળ ખાઈ શકો છો.  જે ઈશ્વરને તમે માનો છો તેનો જાપ કરો. સાંજના સમયે કંઈક દાન જરૂર કરો. રાતના સમયે ચંદ્રને જુઓ અને સમય પર સૂઈ જાવ.  વર્ષ દરમિયાન દરેક અગિયારસના દિવસે આવુ કરવાથી તમારુ ભાગ્ય આપમેળે જ ચમકવા માંડશે. 
 
તીર્થયાત્રા પર જાવ - તમારુ ભાગ્ય સુધારવા માટે તીર્થ યાત્રા પર જવુ જોઈએ. તેનાથી ઘરમાં ધન-સંપત્તિ વધશે ઉપરાંત બાળકોનો પણ ભાગ્ય સ્ટ્રોંગ થશે.  તીર્થ યાત્રા જવાથી ગુસ્સો શાંત થશે અને આત્મવિશ્વાસ વધશે જે ભાગ્યને ચમકાવી શકે છે. 
 
દાન કરો - દાન કરવાથી અનેક લાભ થાય છે. બાળકો પાસેથી દાન કરાવવામાં આવે તો વધુ લાભ મળશે.  તમારે ખાસ કરીને એ વસ્તુઓનું દાન કરવુ જોઈએ જે તમારા નબળા ગ્રહ સાથે રિલેટેડ છે. 
 
અમાસના દિવએ આ વસ્તુઓ જરૂર કરો - અમાસના દિવસે ગાય કે કોઈ ગરીબને જમાડો. પિત્તરોને સાચા મનથી યાદ કરો. તમારુ ભાગ્ય ચમકશે. માટીના વાસણમાં કાળા તલ અને પાણી લો. દક્ષિણની તરફ બેસીને આ મંત્રનો જાપ કરો. 'ઓમ પિતરુ દેવાય નમ: ઓમ શાંતિ ભવાહ' આવુ કરવાથી તમને ફાયદો થશે. 
 
આ બ્રેસલેટ પહેરો - જો તમને લાગે છે કે તમે સહેલાઈથી ભટકી શકો છો તો હાથમાં કૉપરનું બ્રેસલેટ પહેરવુ જોઈએ. 
 
સકારાત્મક વિચાર - ભાગ્ય જગાડવા માટે સૌથી સારી રીત સકારાત્મક વિચાર અને આપણા જીવનમાં સફળતાની કલ્પના કરતા રહેવાનુ હોય છે.  મહાત્મા ગાંધીનુ પ્રસિદ્ધ કથન છે કે માણસ તેવો જ બને છે જેવો એ વિચાર કરે છે.  તમે જીવનના કોઈપણ ક્ષેત્રમાં સફળ ત્યારે જ થઈ શકો છો જ્યારે તમારી ખુદની કાબેલિયત પર સો ટકાનો ઉપયોગ કરો.  સફળ માણસનુ ભાગ્ય હંમેશા જગમગતુ રહે છે. 
 
અવસરનો લાભ - કહેવત છે કે તક તમને ફક્ત એકવાર મોકો આપે છે. તેથી તક જ્યારે પણ મળે તેનો લાભ જરૂર ઉઠાવવો જોઈએ.  જો તક ન મળે તો કંઈક એવો રસ્તો કાઢવો જોઈએ જેનાથી તક તમારા ખોબામાં આવી જાય. 
 
દિલનું સાંભળો દિલનુ કરો. - હસવુ એક કલા છે જે સૌના ગજાની વાત નથી. આ કલા દુખ વિસરાવી દે છે અને ખરાબ સમયમાં જો માણસ હસતા સિખી લે તો તે ખરાબ સમય જલ્દી જ ખતમ થઈ જાય છે. મુશ્કેલથી મુશ્કેલ સમસ્યા જલ્દી હલ થઈ જાય છે. જો તમારા દિલનું સાંભળીને દિલની કરશો તો ભાગ્ય અને સફળતા તમારા મુઠ્ઠીમાં રહેશે. 
 
યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય  - ક્યારેક ક્યારેક આપણે એવા નિર્ણય લઈ બેસીએ છીએ જે કદાચ કોઈ બીજાને પસંદ ન આવે. પણ એ તમારા હિતમાં હોય છે. તેથી સાચો સમય નિર્ણાયક હોવો તમારા હિતમાં છે. 
 
જીંદગીના ઉતાર-ચઢાવને એક પ્રક્રિયા સમજવી - જીવનમાં થનારા સુખ-દુ:ખને જો એક પ્રક્રિયાની જેમ સમજવામાં આવે તો સારુ રહેશે. દરેક સમયે સફળતાનો સ્વાદ પણ ખરાબ હોય છે. તેનાથી નિષ્ફળતા શુ હોય છે તેનો અંદાજ રહેતો નથી અને અચાનક દુ:ખ આવે તો તેને સહન કરી શકતા નથી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

પત્નીઓએ રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન, લખ્યું છે શિવપુરાણમાં see video)

ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ ...

news

શું તમે જાણો છો બંગડીઓ પહેરવાથી મહિલાઓને શું-શું ફાયદા હોય છે

કોઈ પણ મહિલાનો શ્રૃંગાર બંગડીઓના વગર પૂર્ણ નહી થઈ શકતો. આ કારણે તેને પણ શ્રૃંગારના અભિન્ન ...

Satyabhama સત્યભામાએ દ્રોપદીને આ શું પૂછ્યુ?? (See Video)

સત્યભામાએ દ્રોપદીને આ શું પૂછ્યુ દ્રો - "કેવી રીતે સંતુષ્ટ રાખે છે પાંચ પતિયોને ?"

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine