શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2019 (08:11 IST)

Hindu Dharm - ધન પ્રાપ્તિ માટે શુક્રવારે કરો આ ઉપાય થશે લક્ષ્મીની કૃપા

આજે શુક્રવાર છે. આ દિવસે લક્ષ્મી દેવીની વિશેષ પૂજા અને વ્રત રાખવાનું વિધાન છે. દેવી લક્ષ્મી ધન, સંપદા અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી મનગમતુ ફળ મળે છે. એવુ કહેવાય છે કે સુખ અને એશ્વર્યની દેવી લક્ષ્મી સદૈવ કર્મ અને કર્તવ્ય સાથે જોડાયેલ વ્યક્તિ પર હંમેશા મહેરબાન રહે છે. 
 
દેવી લક્ષ્મી કમળ પર બેસે છે અને હાથમાં કમળ જ ધારણ કરે છે. શાસ્ત્રોમાં તેમનો નિવાસ પણ કમલવન બતાવ્યો છે. તેમને ધનની દેવી માનવામાં આવે છે અને શુક્રવારે લક્ષ્મીજીના ભજન પૂજન માટે વિશેષ માનવામાં આવે છે. 
 
શાસ્ત્રો મુજબ શુક્રવારે આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. આ વ્રત 7, 11 કે 21 શુક્રવાર તમારી ઈચ્છા મુજબ તમે કેટલા પણ કરી શકો છો. 
 
લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરતા તેમને લાલ ફૂલ ચઢાવો. સફેદ ચંદન તેમને તિલક અને ચોખા અને ખીરાથી દેવીને ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરો છો. સાત્વિક ભોજન કરો.  ઉપવાસ છોડતી વખતે ખીર જરૂર ખાવ.