શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 18 નવેમ્બર 2014 (09:56 IST)

શુ આપ જાણો છો ગાય તમારે માટે કેટલી શુભ છે ?

શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવાય છે કે જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ગાયના કેટલાક શુભ સંકેત હોય છે જેના વિશે જાણીને તમે એ જાણી શકો છો કે તમને લાભ થવાનો છે અને કામમાં સફળતા મળવાની છે. 
 
પરીક્ષા કે કોઈ નોકરી માટે ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો એ સમયે જો ગાયનો અવાજ સંભળાય તો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. 
 
પદ્મપુરાણ અને કર્મપુરાણમાં કહેવાયુ છે કે ગાયને ક્યારેય ઓળંગીને ન જવુ જોઈએ. તેનાથી બનતા કામ પણ બગડી જાય છે. 
 
ગાયના પગની ધૂળને ઘરની ચારે બાજુ છાંટવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો નથી. તેનાથી ધન સમૃદ્ધિ વધે છે. ગાયને નિયમિત બેસનના લાડુ કે લીલી ધાસ ખવડાવવાથી સંતાન સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આવુ શાસ્ત્રોમાં કહ્યુ છે.