શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 18 એપ્રિલ 2020 (11:22 IST)

વરુથિની એકાદશી - યમરાજના ભયથી બચવા માટે રાખો આ ધ્યાન

હિન્દુ પરંપરામાં એકાદશીને પુણ્ય કાર્ય અને ભક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.  વૈશાખ માસની કૃષ્ણ પક્ષની તિથિને આવનારી એકાદશીને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 30 એપ્રિલના રોજ મંગળવારના રોજ પડી રહી છે. પુરાણોમાં આ એકાદહીમાં ખૂબ મહત્વ બતાવવામાં આવ્યુ છે. આ પુણ્ય અને સૌભગ્ય પ્રદાન કરનારી એકાદશી છે. આ ઉપવાસ કરવા માટે દસેમેથી ધ્યાન રાખો અને બારસ સુધી આ કાર્યને કરો. આવો જાણીએ આ એકાદશીનુ મહત્વ અને શુ કરો અને હુ ન કરો 
 
એકાદશીનુ મહત્વ 
 
પદ્મપુરાણમાં બતાવ્યુ છે કે જે પણ ભક્ત વરુથિની એકાદશીના દિવસે ઉપવાસ કરે છે. દાન તર્પણ અને વિધિ વિધાનથી પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના બધા પાપોનો અંત થાય છે. જે વ્યક્તિને યમરાજથી ભય લાગે છે તેને વરુથિની એકાદશીનો ઉપયોગ જરૂર રાખવો જોઈએ. 
 
- દશમીના રોજ ન કરશો આ કાર્ય 
 
ઉપવાસ કરનાર વ્યક્તિએ દશમીના દિવસે કાંસ, અડદની દાળ, મસૂરની દાળ, ચણાની દાળ, કોદોની શાક, મધ, બીજાનુ અન્ન, બે વાર ભોજન અને મૈથુન ક્રિયાનો પરિત્યાગ કરવો જોઈએ. 
 
- અગિયારના દિવસે ન કરશો આ કાર્ય 
 
એકાદશીના દિવસે જો વ્યક્તિ ઉપવાસ રાખે કે ન રાખે તો તેણે આ વસ્તુઓથી બચવુ જોઈએ. જેવુ કે જુગાર રમવો, ઉંઘ લેવી, પાન ખાવુ, દાતણ કરવુ, બીજાની નિંદા કરવી, ચાડી કરવી, ચોરી, હિંસા, મૈથુન, ક્રોધ અને અસત્ય બોલવુ. આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ. 
 
- બારસના દિવસે ન કરો આ કામ 
 
વરુથિની એકાદશીના રોજ જે વ્યક્તિ ઉપવાસ કરે છે. તે બારસના દિવસે કાંસ અડદ્ની દાળ, દારૂનુ સેવન, મધ, તેલ, પતિતો સાથે વાર્તાલાપ, વ્યાયામ પરદેશ ગમન, બે વાર ભોજન, મૈથુન ક્રિયા બળદની પીઠ પર સવારી અને મસૂરની દાળનુ સેવન કરવાથી બચવુ જોઈએ.  આ બાર વસ્તુઓનો બારસના દિવસે ત્યાગ કરવો જોઈએ. 
 
અગિયારસના દિવસે કરો આ કામ 
 
અગિયારસના દિવસે આખો દિવસ વિધિ વિધાનથી ઉપવાસ રાખવો જોઈએ અને રાતના જાગરણ કરીને ભગવાન મધુસૂદનની પૂજા કરવી જોઈએ. વ્રત રાખનારા વ્યક્તિએ દશમી તિથિના દિવસે જ મનમાં ભગવાન વિષ્ણુનુ ધ્યાન કરી દેવુ જોઈએ. તમે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરી શકો છો.