જો તમે નવપરિણીત આ સરળ રીતે કરો કરવા ચૌથ પૂજન

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (08:43 IST)

Widgets Magazine

* સવારે ઉઠીને નિત્યકર્મની પરવારીને સંકલ્પ લો અને વ્રત શરૂ કરો. વ્રતના દિવસે નિર્જલા રહેવું એટલે કે જલપાન ન કરવું. 
* વ્રતના દિવસે સવારે સ્નાન કર્યા પછી આ બોલીને વ્રત શરૂ કરો. 
* સવારના સમયે આ મંત્રના જપથી વ્રત શરૂ કરાય છે . " મમ સુખસૌભાગ્ય પુત્રપૌત્રાદિ સુસ્થિર શ્રી પ્રાપ્ત્યે કરક ચતુર્થી વ્રતમહ કરિષ્યે " 
* ઘરની દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો. 
* સાંજના સમયે માતા પાર્વતીની મૂર્તિના ખોડામાં શ્રીગણેશ વિરાજિત કરી તેને લાકડીના આસન પર બેસાડો. 
* ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
* ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
* ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો. 
'નમઃ શિવાયૈ શર્વાણ્યૈ સૌભાગ્યં સંતતિ શુભામ્‌.
પ્રયચ્છ ભક્તિયુક્તાનાં નારીણાં હરવલ્લભે' 
*  કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
*  કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
*  તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
*  રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
*  ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો. 
કરવા ચૌથ પૂજનની સરળ વિધિ . 
કથા માટે નીચે વીડિયો છે.... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

કરવા ચૌથના દિવસે ના કરો આ 4 ભૂલ ...

* કરવા ચૌથ વાળા દિવસે મહિલાઓ ખાસ રીતે લાલ કપડા પહેરવા જોઈએ. કારણકે લાલ રંગને હિન્દુ ...

news

કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી

ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્‍યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્‍મય તો છે જ પણ ...

news

Karva Chauth 2017- કરવા ચૌથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચૌથ 8 ...

news

કરવા ચૌથ વ્રત કથા-1(see Video)

એક વાર અર્જુન તપસ્યા કરવા નીલગિરિ પર્વત પર ગયો પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine