શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 9 નવેમ્બર 2021 (00:22 IST)

Labh Panchami 2021 : વર્ષ 2021માં લાભ પાંચમ શુભ મુહુર્ત અને પૂજા વિધિ

લાભ પંચમી વ્રત 2021 લાભ પંચમી વ્રત વર્ષ 2021માં લાભ પંચમી વ્રત 09 નવેમ્બર મંગળવારના રોજ ઉજવાશે.  લાભ પંચમી પૂજા મુહૂર્ત 06:16 AM થી 09:56 AM 
પૂજાનો સમયગાળો છે 03 કલાક 40 મિનિટ 
પંચમી તિથિ શરૂ થાય છે 08 નવેમ્બર 01:15 PM 
પંચમી તિથિ સમાપ્ત થાય છે 09 નવેમ્બર 10:30 AM

 
લાભ પાંચમના દિવસે શુ કરવુ  
 
-આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે.  
- આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે.
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. આ દિવસે વેપારીઓ,ધંધાર્થીઓ કંકુનો ચાંદલો અને સાથિયો બનાવી નવા અકાઉન્ટની શરૂઆત કરે છે. 
- દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. 
- વેપારીઓ લાભ પાંચમના દિવસે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે. 
- લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૂઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.  
- આ પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ‘શુભ’ અને ‘લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. 
- વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ‘શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ‘શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.લાભ પાંચમ કોઈપણ નવું કાર્ય કરવા માટે પણ શુભ ગણાય છે. ગુજરાતમાં આ દિવસ ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે.