શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 31 મે 2024 (07:31 IST)

તુલસી પાસે ક્યારેય નાં મુકશો આ 6 વસ્તુઓ, નહિ મળે શુભ ફળ, ઘરમાં નકારાત્મકતા વધશે

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તુલસીનો છોડ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે અને તુલસીની પૂજા કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. પરંતુ ઘરમાં તુલસીનો છોડ રાખવાના કેટલાક નિયમો છે, જેમ કે તુલસીને ક્યારેય ઘરની અંદર મુકવામાં આવતી નથી. આ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેને જો તુલસીની પાસે મુકવામાં આવે તો તુલસીના સકારાત્મક પ્રભાવને ઓછો થઈ શકે છે. જો આ વસ્તુઓ તુલસી પાસે હોય તો ઘરમાં નકારાત્મકતાનો વાસ રહે છે. આજે અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.
 
તુલસી પાસે શિવલિંગ ન મુકવું 
 
માન્યતાઓ અનુસાર, તેના પાછલા જન્મમાં તુલસી જલંધર નામના રાક્ષસની પત્ની હતી. જેને ભગવાન શિવે માર્યો હતો, તેથી શિવલિંગને તુલસી પાસે ક્યારેય ન રાખવું જોઈએ. તુલસી પાસે શિવલિંગ ન રાખવાનું એક કારણ એ છે કે તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે, તેથી ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુઓ તેની પાસે ન રાખવી જોઈએ. શાલિગ્રામને તુલસી પાસે રાખવાથી શુભ ફળ મળે છે.
 
સાફ - સફાઈ નો સરંજામ 
તમારે તુલસી પાસે એવી વસ્તુઓ ક્યારેય ન મુકવી જોઈએ જેનાથી તમે સફાઈ કરો છો.  સાવરણી, વાઇપર વગેરે વસ્તુઓ તુલસી પાસે ન હોવી જોઈએ. જો તમે તુલસી પાસે આ વસ્તુઓ મુકશો તો ઘરમાં સકારાત્મક નહીં પરંતુ નકારાત્મકતા પ્રવેશી શકે છે.
 
પગરખાં અને ચંપલ 
તુલસીના છોડની પાસે ક્યારેય શૂઝ ન ઉતારવા જોઈએ. જો તમે તુલસી પાસે ચંપલ અને શુઝ મુકશો તો માત્ર તુલસી માતા જ તમારાથી નારાજ નહિ થાય પણ  દેવી લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે. તેથી તુલસીના છોડની પાસે ક્યારેય ચપ્પલ કે શુઝ  ન મુકશો
 
કાંટાવાળા છોડ સાથે તુલસીનો છોડ ન મુકશો 
તુલસીનો છોડ ક્યારેય પણ કાંટાવાળા છોડની પાસે ન મુકવો જોઈએ. જો તમે તુલસીને કાંટાવાળા છોડ પાસે મુકશો તો  તુલસીની ઉર્જા ઓછી થઈ જાય છે. આ કારણે તમારે તમારા જીવનમાં નકારાત્મક અસરોનો પણ સામનો કરવો પડી શકે છે.
 
તુલસી પાસે ન કરશો આ ભૂલો 
લોકો મોટાભાગે તેમના ઘરની બાલ્કનીમાં તુલસીનો છોડ વાવે છે અને તુલસી પાસે સિગારેટ, દારૂ વગેરેનું સેવન પણ શરૂ કરી દે છે. તમારે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, જો તમે આવું કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તુલસીની આસપાસ ક્યારેય સિગારેટ, દારૂ, માંસ વગેરેનું સેવન ન કરવું જોઈએ.
 
તુલસીના છોડ પાસે ક્યારેય ડસ્ટબીન ન મુકો 
તમારે તુલસીના છોડની પાસે ડસ્ટબિન મુકવાનું ટાળવું જોઈએ. જો તમે તુલસી પાસે ડસ્ટબીન મુકશો  તો તે સુકાઈ જાય છે અને તુલસીની અસર પણ ઓછી થઈ શકે છે. તમે તુલસી પાસે જેટલી સકારાત્મકતા રાખો છો, તમારા જીવનમાં પણ એટલી જ સકારાત્મકતા આવે છે.