રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (12:39 IST)

રથ સપ્તમી પર જરૂર કરો આ ઉપાય, ભગવાન સૂર્યદેવ આપશે સુંદર કાયા, સ્કિનની પરેશાનીથી મળશે છુટકારો

Rath Saptami Vrat 2023 Significane: 28 જાન્યુઆરી 2023 એટલે શનિવારે માઘ શુક્લ પક્ષની સપ્તમી તિથિ પડી રહી છે.  માઘ મહિનામાં એવી ઘણી તિથિઓ છે. જે શાસ્ત્રોમાં મહત્વપૂર્ણ સ્થાન  ધરાવે છે અને માઘ શુક્લ પક્ષની સપ્તમી તિથિ તેમાથી એક છે. આ તિથિ સૂર્યદેવ સાથે સંબંધ ધરાવે છે. કહેવાય છે કે આજના જ દિવસે સૂર્યદેવે પોતાના પ્રકાશથી આખુ જગતને પ્રકાશિત કર્યુ હતુ. આ દિવસે સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર થઈને પ્રકટ થયો હતો. તેથી માઘ શુક્લ પક્ષની સપ્તમીને રથ સપ્તમીના નામથી ઓળખવામાં આવે છે.  રથ સપ્તમીના ઉપરાંત તેને અચલા સપ્તમી, વિઘાન સપ્તમી અને આરોગ્ય સપ્તમીના નામથી પણ ઓળખવામાં આવે છે. 
 
રથ સપ્તમી કે સૂર્ય સપ્તમીના દિવસે જરૂર કરો આ ઉપાય 
 
- જો તમે તમારી ઉર્જા શક્તિને વધારવા માંગે છે તો રથ સપ્તમીના દિવસે તમારે સૂર્ય યંત્રની વિધિ પૂર્વક પૂજા કરીને સૂર્યદેવની રોશની જોઈને પોતાના ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.  સાથે જ સૂર્યદેવના આ મંત્ર્ન્નો 108વાર  જાપ કરવી જોઈએ. મંત્ર છે - ૐ હ્રા હ્રી હૌ સ: સૂર્યાય નમ:
 
- જો તમે ચાહો છો કે તમારા દામ્પત્ય જીવનની ખુશીઓને કોઈની નજર ન લાગે તો સપ્તમીના દિવસ તમારે સવારે સ્નાન વગેરે પછી સ્વચ્છ કપડા પહેરીને કોઈ પવિત્ર નદી, જળાશય કે તળાવમાં તલના તેલનો દીવો પ્રગટાવીને દીપ દાન કરવુ જોઈએ. 
 
- જો તમે સ્કિન સંબંધી કોઈ પરેશાનીથી છુટકારો મેળવવા માંગે છે. કે તમારા વાળની જડને મજબૂત કરવા માંગો છો તો આજના દિવસે કોઈ પવિત્ર નદી કે તળાવમાં સ્નાન કરવુ જોઈએ.  જો તમે આ કરી શકતા નથી, તો તમારા પોતાના ઘરના પાણીમાં ગંગા જળ ઉમેરીને સ્નાન કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે સ્નાન કરતા પહેલા આક અથવા મદારના સાત પાંદડા લો અને તેને થોડી સેકંડ માટે તમારા માથા પર રાખો, પછી તે પાંદડાઓને માથામાંથી દૂર કરો અને પવિત્ર નદી, તળાવ અથવા તળાવમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો.  
 
-  તમને જણાવી દઈએ કે આક અથવા મદારના પાંદડામાં કેટલાક એવા રાસાયણિક તત્વો હોય છે, જે ત્વચાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં અને વાળની ​​મજબૂતાઈ જાળવવામાં મદદ કરે છે. તેમજ માથાના નીચેના ભાગને ઠંડુ રાખે છે. એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તમને ઘરની આસપાસ ગમે ત્યાં આક અથવા મદારના પાંદડા ખૂબ જ સરળતાથી મળી જશે.
 
- આ ઉપરાંત   ચોખા, તલ, દુર્વા, અક્ષત અને ચંદનના સાત પાન અલગ-અલગ લઈને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીને પ્રણામ કરવા જોઈએ.
 
- જો તમે એક સુંદર, સ્વસ્થ સંતાન ઈચ્છો છો તો તમારુ ઘઉ અને ગોળની ખીર બનાવીને તમારા જીવનસાથી સ્પર્શ કરાવીને સૂર્ય ભગવાનને અર્પિત કરવી જોઈએ.  પછી તેને મંદિરમાં દાન કરવુ જોઈએ.  
 
- જો તમે કોઈ પ્રશાસનિક સેવા સાથે જોડાયેલા છો કે પછી તમે એક રાજનેતા છે અને તમને કોઈ પ્રકારનો ભય કાયમ રહે છે તો સૂર્ય સપ્તમી/રથ સપ્તમીના દિવસે તમારા સૂર્યના પ્રભાવવાળો 12 મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 
 
- જો તમે તમારી આંખોને હંમેશા સ્વસ્થ બનાવી રાખવા માંગે છે તો તમારા સૂર્યદેવને તલ મિશ્રિત જળ અર્પિત કરવુ જોઈએ. સાથે જ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. 
 
-  જો તમે તમારી દિનચર્યામાં સુધાર લાવવા માંગે છે પણ કોઈને કોઈ કારણસર તમે ફરીથી ત્યા જ આવીને ઉભા થઈ જાવ છો જ્યાથી શરૂઆત કરે છે તો તમને તમારી સામે સવા કિલો ગોળ મુકીને સૂર્યદેવના આ મંત્રને 11 વાર જાપ કરવો જોઈએ.  મંત્ર છે ૐ હ્રી. ઘૃણિ: સૂર્ય આદિત્યાય શ્રી મંત્ર જાપ પછી સામે મુકેલો ગોળમાં થોડો ટુકડો મુકીને પ્રસાદના રૂપમાં ખાઈ લો અને બાકીને મંદિરમાં દાન કરી દો. 
 
- જો તમે તમારા વૈવાહિક જીવનમાં મધુરતાને કાયમ રાખવા માંગો છો તો તમને ૐ ભૂભુર્વ સ્વ: તત સરિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત' આ પ્રકાર ગાયત્રી મંત્ર બોલતા સૂર્યદેવને મીઠુ જળ અર્પિત કરવુ જોઈએ. જળ અર્પિત કર્યા બાદ તેને હાથ જોડીને પ્રણામ કરવુ જોઈએ.