શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 22 ઑક્ટોબર 2016 (17:07 IST)

પુષ્ય નક્ષત્ર- રવિવારે બનશે ગ્રહ-નક્ષત્રોનો મહાયોગ, જાણો ક્યારે શુ ખરીદશો

આ વર્ષે મતલબ 2016 દિવાળી પહેલા રવિ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ 23 ઓક્ટોબરના રોજ 15 કલાકનો રહેશે. મહામુહુર્ત દરમિયાન ધનતેરસ દિવાળી પહેલા ખરીદારી કરવી શુભ રહેશે. પુષ્ય નક્ષત્રની ધાતુ સોનુ છે જેને ખરીદવાથી લાભ મળશે. 22ના રોજ શનિ પુષ્ય 23ના રોજ રવિ પુષ્યનો યોગ છે. ભૂમિ, ભવન વાહન વગેરે સ્થાઈ સંપત્તિમાં રોકાણ કરવાથી પ્રચુર લાભ પ્રાપ્ત થશે. 
 
દિવાળી અને ધનતેરસ પર ખરીદીને લઈને બજારમાં રોનક વધવા માંડી છે. દુકાનો સજી ચુકી છે. ખરીદી માટે સર્વશ્રેષ્ઠ દિવસ ધનતરસ પહેલા 23 ઓક્ટોબરના રોજ ગ્રહ નક્ષત્રનો મહાયોગ બનશે.  રવિ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ અને બુધાદિત્ય યોગ એક સાથે થશે.  
 
પુષ્ય પર ત્રણ બીજા સંયોગ બનાવશે આ ખાસ 
 
આ વખતે રવિ પુષ્ય નક્ષત્ર એ માટે સૌથી ખાસ હશે કારણ કે આ દિવસે સંયોગથી શ્રીવત્સ યોગ પણ બની રહ્યો છે. અને અહોઈ અષ્ટમી, કાલાષ્ટમી સાથે સૂર્ય અને બુધ એક સાથે હોવાથી તેને સર્વશ્રેષ્ઠ બનાવી રહી છે. પંડિતોનુ માનીએ તો આ સંયોગમાં કરવામાં આવેલ ખરીદી અક્ષય પુણ્યકારી રહેશે. 
 
પૂરા 24 કલાકનુ રહેશે નક્ષત્ર.. ખરીદી કરો.. 
 
પુષ્યને બજારમાંથી ભૂમિ, ભવન, જ્વેલરી વાહન વગેરેની ખરીદી માટે શુભ અને સ્વયં સિદ્ધ મુહુર્તવાળો યોગ માનવામાં આવે છે. આ વખતે આ નક્ષત્ર 22 ઓક્ટોબર શનિવારે રાત્રે 8.41 વાગ્યાથી શરૂ થઈ જશે જે આગામી રવિવારની રાત્રે 8.41 વાગ્યા સુધી પૂરા 24 કલાક રહેશે. 
 
ક્યારે શુ ખરીદશો 
 
લાભ - સવારે 9.23 થી 10.47 સુધી જમીન..સંપત્તિ, વેપારનો શુભારંભ 
અમૃત - સવારે 10.47થી બપોર 12.11 વાગ્યા સુધી વાહન, કમ્પ્યૂટર જ્વેલરી. 
અભિજીત - બપોરે 11.48 થી 12.25 વાગ્યા સુધી વાહન ઘરેલુ, વસ્તુઓ, જ્વેલરી. 
શુભ - બપોરે 1.37 થી બપોરે 2.59 વાગ્યા સુધી સ્વર્ણાભૂષણ, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ. સાંજે 5.48થી રાત્રે 7.27 સુધી પ્રોપર્ટી, ઈલેક્ટ્રોનિક સામાન, ઘરેલુ સાજ સજ્જાની સામ્રગી.