શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2015 (15:07 IST)

આ પાંચ કામ જગાડશે તમારુ ભાગ્ય અને લક્ષ્મી દોડતી આવશે તમારી પાસે

સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં અનેક નિયમ અને પરંપરા બતાવી છે. આ નિયમો અને પરંપરાઓનુ પાલન કરવાથી અક્ષય પુણ્ય સાથે ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે. ભાગ્ય સાથે સંબંધિત અવરોધો દૂર થઈ શકે છે. 
 
विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनव:।
असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।।
 
 આ શ્લોકમાં 5 વાતો બતાવાય છે. જેનુ ધ્યાન દૈનિક જીવનમાં રાખવાથી બધા પ્રકારના આવરોધો દૂર થઈ શકે છે. આ 5  વાતોમાં પ્રથમ વાત છે ભગવાન વિષ્ણુની પૂજા. ભગવાન વિષ્ણુ પરમાત્માના ત્રણ સ્વરૂપોમાંથી એક જગતના પાલક માનવામાં આવે છે.  શ્રીહરિ એશ્વર્ય, સુખ સમૃદ્ધિ અને શાંતિના સ્વામી પણ છે. વિષ્ણુ અવતારોની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુ પ્રાપ્ત થઈ શકે છે. 

એકાદશી વ્રત કરવુ - આ શ્લોકમાં બીજી વાત એ કહી છે કે એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે. હિન્દુ પંચાગ મુજબ દરેક મહિનામાં 2 એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષ અને બીજી શુક્લ પક્ષમાં. બંને એકાદશી પર વ્રત કરવાની પરંપરા જૂના સમયથી ચાલી આવી છે. આજે પણ જે લોકો યોગ્ય વિધિ અને નિયમોનુ પાલન કરતા એકાદશીનું વ્રત કરે છે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધિ કાયમ રહે છે. 

તુલસીની દેખરેખ કરવી - ઘરમાં તુલસી હોવી શુભ અને સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. આ વાત વિજ્ઞાન પણ માની ચુક્યુ છે. તુલસીની ખુશ્બુથી વાતાવરણના સૂક્ષ્મ હાનિકારક કીટાણુનો નાશ થાય છે. ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે.  સાથેજ તુલસીની દેખરેખ કરવી અને પૂજન કરવાથી દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. 

ભગવત ગીતાનો પાઠ કરવો - માન્યતા છે કે ભાગવત ગીતા ભગવાન શ્રીકૃષ્ણનું જ સાક્ષાત જ્ઞાનસ્વરૂપ છે. જે લોકો નિયમિત રૂપે ગીતા કે ગીતાના શ્લોકોનો પાઠ કરે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. ગીતા પાઠના સાથે જ આ ગ્રંથમાં આપવામા આવેલ શિક્ષાઓનુ પાલન પણ દૈનિક જીવનમાં કરવુ જોઈએ.  જે પણ શુભ કામ કરો ભગવાનનું ધ્યાન કરીને કરો. સફળતા મળવાની શક્યતાઓ વધી જશે. 

ગાયની સેવા કરવી - આ શ્લોકમાં ગૌ મતલબ ગાયનું પણ મહત્વ બતાવ્યુ છે. જે ઘરમાં ગાય હોય છે ત્યા બધા દેવી-દેવતા વાસ કરે છે. ગાયમાંથી પ્રાપ્ત થનારુ દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક છે.  આ વાત વિજ્ઞાન પણ સ્વીકાર કરી ચુક્યુ છે કે ગૌમૂત્રના નિયમિત સેવનથી કેંસર જેવી ગંભીર બીમારીઓમાં પણ રાહત મળે છે. જો ગાયનુ પાલન નથી કરી શકતા તો કોઈ ગોશાળામાં પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય મુઅબ ધનનુ દાન કરી શકાય છે.