શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By

ઋષિ પંચમીની પૂજા અને વ્રત કેવી રીતે કરીએ..

ઋષિ પંચમી Rishi panchami ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીને આવે છે. ઋષિ પંચમીને ભાઈ પંચમીના નામથી પણ ઓળખાય છે. માહેશ્વરી સમાજમાં આ દિવસે રાખડી બંધાય છે. 
 
તે સિવાય મહિલાઓ આ દિવસે સાત ઋષિયોની પૂજા કરે છે. ઋષિ પંચમી વ્રતની કથા સાંભળે છે. આ વ્રત પાપને નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. 
 
ઋષિ પંચમી વ્રત 
આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો એ પણ મટી જાય છે. માહવારી કે માસિકધર્મ પૂરા થતા ઋષિ પંચમી વ્રતનો ઉદ્યાપન કરાય છે. 
રજસ્વલા દોષ 
હિંદું ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા (માહવારી કે માસિકધર્મ, પીરિયડ)થતાં પર રસોડામાં જવાનું, રસોઈ કરવી, પાણી ભરવું અને ધાર્મિક કાર્યમાં શામેલ થવું અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેનાથી રજસ્વલા દોષ હોય છે. 
આ રજસ્વલા દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનો વ્રત Rishi panchmi vrat કરાય છે. કેટલા લોકો કેવડાત્રીજ કે હરતાલિકા ત્રીજથી ત્રણ દિવસ ઋષિ પંચમી સુધી કરે છે. 
 
ઋષિ પંચમી પૂજાનની વિધિ 
વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું
સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો. 
આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.
 
ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.