ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 17 જૂન 2022 (00:39 IST)

Sankashti Chaturthi Vrat Katha 2022: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Sankashti Chaturthi
જૂન મહિનાની પ્રથમ સંકષ્ટી ચતુર્થી(Sankashti Chaturthi) 17મી જૂને છે. આ દિવસે ગણેશજીની પૂજા, વ્રત કથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ઘ્ય ચઢાવવાની માન્યતા છે. સંકષ્ટી ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી. જ્યોતિષ મુજબ વ્રત કથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને તે વ્રતનું ફળ મળે છે. આવો જાણીએ સંકષ્ટી ચતુર્થી વ્રતની કથા વિશે.
 
સંકષ્ટી ચતુર્થી વ્રત કથા 
 
પૌરાણિક કથા અનુસાર, વ્રત કથા: એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા.  રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.
 
આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા," ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. " 
 
આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેકોર અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.
 
બ્રહ્માજી બોલ્યા કે "ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે."
 
ભાદવવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો. 
 
ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂથ થયા. તેને દર્શન આપી બોલ્યો, "ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ  તેને સંકટમાંથી મુક્ત કરીશ." હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.