સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 2 મે 2020 (11:40 IST)

શનિવારે સાંજે કરી લો આ એક મંત્રનો જાપ...બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે

મિત્રો બધા અમંગળને દૂર કરીને મંગલમૂર્તિ શ્રી હનુમાનજી તમારી શરણમાં આવનારા બધા સંકટોનો નાશ કરી દે છે. એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે. 
 
જો તમારી કિસ્મતના બધા તાળા  બંધ થઈ ગયા હોય કે ક્યાક થી કોઈ રસ્તો નથી મળી રહ્યો તો શનિવારે દિવસે 5 થી 7 વાગ્યાની વચ્ચે અહી અમે જે આજે આપને બતાવી રહ્યા છે તેમાથી કોઈપણ કામ ફક્ત એકવાર કરવાથી હનુમાનજી તમારી બધી મનોકામનાઓ પૂરી કરી દેશે.   જાણો શનિના દિવસે સાંજે કેવી રીતે કરવી જોઈએ શ્રી હનુમાનજીની પૂજા અને ઈચ્છા પૂર્તિ માટે ઉપાય. 

1. હનુમનાજીની કૃપા મેળવવા માટે શનિવારે સાંજે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી હનુમાન મંદિરમાં જઈને 11 મોઢાવાળો લોટથી બનેલો દીવો પ્રગટાવી દો. 
 
2.  શનિવારે સાંજના સમયે કરવામાં આઅવેલ હનુમાન પૂજા અર્ચનાથી મોટામાં મોટી સમસ્યાઓ દૂર થઈ જાય છે 
 
3. જો શનિવારે સાંજે 5 થી 7 ની વચ્ચે હનુમનાજીના આ નામો જેવા કે હનુમાન, બજરંગબલી. પવનપુત્ર, અંજલી પુત્ર અને મારુતિ વગેરેનો જાપ 108 વાર કરો તો તમારી પાસે સંકટ નહી આવે. 
 
4. જો કોઈ  કામમાં વારે ઘડીએ અવરોધ આવી રહ્યો હોય તો શનિવારે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનુ તેલ અને સિંદુરથી હનુમાનજીનો અભિષ્કે કરો. થોડાક જ દિવસમાં બધુ ઠીક થવા માંડે છે. 
 
5. શનિવારે સાનેજ 5 થી 7 વચ્ચે ગોઘુલી બેલામાં હનુમાનજીને લાલ ચોલા, ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી બધી મનોકામના પૂરી થવા માંડે છે. 
 
 
આજે અમે જણાવેલ આ વિધિથી પૂજા કર્યા પછી શ્રદ્ધા ભાવથી હનુમાનજીના મંદિરમં બેસીને આ એક મંત્રનો 108 વાર જાપ કર્યા બાદ 7 વાર શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કિસ્મતના બધા બંધ તાળા ખુલી જાય છે. 
 
હનુમાનજીનો મંત્ર છે 
 
ૐ આદિદેવ નમસ્તુભ્યં.. સપ્તસપ્તે દિવાકર 
ત્વં રવે તારય સ્વાસ્માનસ્માત્સંસાર સાગરાત