Widgets Magazine

શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજામાં કેળા, દૂધ અને ઘઉંનો પ્રયોગ કેમ થાય છે

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (08:47 IST)

Widgets Magazine

ભવિષ્ય પુરાણમાં બતાવ્યુ છે કે કળયુગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારુ કોઈ વ્રત અને કથા છે તો એ છે શ્રી સત્યનારાયણનુ વ્રત અને કથા. આ જ કારણ છે કે કોઈપણ શુભ કામમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજામાં સૌથી મહત્વપૂર્ણ ત્રણ વસ્તુ છે. કેળા, દૂધ અને ઘઉંનો કંસાર.  આ ત્રણેય પ્રસાદના રૂપમાં સત્યનારાયણ ભગવાનને અર્પિત કરવામાં આવે છે. 
 
satynarayan vrat
 
વ્યવ્હારિક દ્રષ્ટિએ જોવા જઈએ તો દરેક ઋતુમાં સહેલાઈથી મળી રહેતા હોવાને કારણે કેળા સત્યનારાયણ ભગવાનની પૂજામાં સામેલ કરવામાં આવે છે. જ્યારે કે ધાર્મિક દ્રષ્ટિથી જોતા એ જાણ થાય છે કે કેળા ખૂબ જ શુદ્ધ ફળ છે. જે રીતે ભગવાન વિષ્ણુ અયોનિજ છે મતલબ કોઈ ગર્ભથી ઉત્પન્ન થયા નથી એ જ રીતે કેળાનું ફળ પણ બીજથી ઉત્પન્ન થતુ નથી. તે કૂંપળમાંથી ફુટે છે અને તેની અંદર અનેક મહિના સુધી ઉછરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તેના પર ગુરૂ ગ્રહનો પ્રભાવ હોય છે જે વિષ્ણુ સ્વરૂપ જ છે તેથી કેળાનુ ફળ સત્યનારાયણ ભગવાનને પસંદ છે. 
 
ભગવાન વિષ્ણુને દૂધ ખૂબ વધુ પસંદ છે. તેથી તેમનો નિવાસ પણ ક્ષીર સાગરમાં છે મતલબ એવો સાગર જે દૂધથી બનેલો છે. સત્યનારાયણ ભગવાનની પૂજામાં શાલીગ્રામની પૂજા થાય છે જેને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. દૂધ અને કેળા મળીને મહાભોગ બનાવવામાં આવે છે. વ્યવ્હારિક દ્રષ્ટિથી પણ દૂધ શુદ્ધ અને સાત્વિક માનવામાં આવે છે. કેળા અને દૂધનુ સેવન શક્તિ અને બળદાયક હોય છે. આ કારણે શ્રી સત્યનારાયણની પૂજામાં દૂધ પ્રસાદના રૂપમાં ચઢે છે.  
 
ભગવાન વિષ્ણુના કોઈપણ વ્રતમાં ચોખાનો પ્રયોગ થતો નથી જેનુ ઉદાહરણ છે કે અગિયારસના  દિવસે ચોખા ખાવામાં આવતા નથી. વિષ્ણુ ભગવાનને ફળ ચઢે છે ચોખા નહી. ઘઉને કણક કહેવામાં આવે છે મતલબ આ સુવર્ણ સમાન છે. ઘઉંનું દાન સોનાના દાનનું ફળ આપે છે. આ વિષ્ણુ સ્વરૂપ છે. તેથી સત્યનારાયણની પૂજામાં પ્રસાદના રૂપમાં ચઢે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

આ 5 વસ્તુઓના દાન કરવાથી આવે છે દુર્ભાગ્ય

શાસ્ત્રોમાં દાન કરવા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે કોઈની જરૂરતને પૂરા પાડીને તેમના ...

news

સુગંધ સાથે આ 5 મોટા લાભ પણ આપે છે અગરબત્તી

અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી ...

news

પડેલું સોનું મળે તો ક્યારે ન ઉઠાવવું, જાણો શા માટે

જ્યોતિષશાસ્ત્રમાં સોના-ચાંદીથી સંકળાયેલા શકુન અપશકુન જણાવ્યા છે . કહેવાય છે કે સોનાના ...

news

બુધવારે કિન્નર દેખાય તો કરો આ ઉપાય

સુષ્ટિની સંરચના જગત પિતા બ્રહ્માજીએ કરી છે પણ માન્યતા મુજબ કિન્નરોની ઉત્પત્તિનો શ્રેય ...