શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 16 માર્ચ 2018 (14:26 IST)

Video - ખૂબ જ શુભ છે 17 માર્ચનો દિવસ, શનિદેવ ચમકાવશે આ લોકોની કિસ્મત

ચૈત્ર કૃષ્ણ પક્ષ 17 માર્ચના રોજ ક્ષદાયિની પુણ્યદાયિની શનિ અમાવસ્યા છે. શનિવારે પડનારી અમાસને શનૈશ્ચરી અમાવસ્યા કહેવાય છે.  આ સંયોગને કારણે આ દિવસ ભગવાન શનિને ખુશ કરવા માટે શુભ માનવામાં આવે છે. જેમના પર પણ શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તે લોકો જો રાશિ મુજબ ઉપાય કરે તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તો ચાલો જાણીએ રાશિ મુજબના ઉપાયો 
 
મેષ - આ રાશિના લોકો શનિદેવને તેલ ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો 
વૃષભ - શનિશ્ચરી અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સવા કિલો તુવેરની દાળ માટીના કળશમાં ભરો.  તેના પર સરસવના તેલનો ચોમુખી દીવો પ્રગટાવો. આસન પર બેસીને શનિદેવનુ ધ્યાન કરો. 
મિથુન રાશિ. - શનિશ્ચરી અમાવસ્યાના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને અને સ્નાન પછી સવા કિલો આખા લીલા મગ લીલા રંગના કપડામાં બાંધીને સ્ટીલના વાસણમાં ઘરના પૂજા સ્થળ પર મુકો શનિદેવનુ ધ્યાન કરતા વાસણ પર સરસવના તેલનો ચાર બત્તીવાળો દિવો પ્રગટાવો. શનિદેવનુ ધ્યાન કરો અને આ વાસણ કોઈ વડીલ વ્યક્તિને દક્ષિણા સહિત દાન કરો. 
 
કર્ક રાશિ - શનિ અમાવસના દિવસે પીપળ દેવતા પર સવાર સવારે જળ ચઢાવો. 
 
સિંહ રાશિ - આ દિવસે તમે સવા કિલો ઘઉં લાલ કપડામાં બાંધીને પૂજા સ્થાન પર મુકો. શનિદેવનુ ધ્યાન કરીને તમારી બધી સમસ્યાઓથી મુક્તિનો આગ્રહ કરો. 
 
કન્યા રાશિ - કાળા અડદની દાળને ગરીબોમાં વહેંચો 
 
તુલા રાશિ - આ દિવસે કુષ્ઠ રોગીઓને ભોજન કરાવો અને દાનમાં કાળી વસ્તુઓનુ દાન કરો. 
 
વૃશ્ચિક રાશિ - શનિ અમાવસ્યાના દિવસે શનિ મંદિર જઈને ત્યા સ્થાપિત શમીના ઝાડની પૂજા કરો. 
 
ધનુ રાશિ - આ રાશિના લોકો સવારે ઘરમાં નિયમિત પૂજા પછી સવા કિલો ચણાની દાળ પીળા કપડામાં બાંધીને તેમા 10નો સિક્કો મુકો. હવે શનિદેવનુ ધ્યાન કરો. આ પોટલી કોઈ બ્રાહ્મણને દાન કરો. 
 
મકર રાશિ - શનિદેવને ખુશ રાખવા માટે આ દિવસે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
 
કુંભ રાશિ - સાંજે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો પ્રગટાવો 
 
મીન રાશિ - મીન રાશિના જાતક શનૈશ્વરી અમાવસ્યાના દિવસે સવા લીટર સરસવનુ તેલ સ્ટીલના પાત્રમાં ભરીને શનિ મંદિરમાં દાન કરો. 
 
તો આ હતા શનિ અમાવસ્યાના દિવસે રાશિ મુજબ કરવામાં આવતા કેટલાક ઉપાય.. જો આપને અમારો આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેયર જરૂર કરો અને હા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવુ ભૂલશો નહી..