Shani Pradosh Vrat - શનિ પ્રદોષ વ્રત કથા અને વ્રત વિધિ

Widgets Magazine


 
પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરે છે. આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે. તેથી તેનુ વાર મુજબ પૂજન કરવાનુ વિધાન શાસ્ત્રમાં બતાવાયુ છે. જો આ તિથિયો સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ કહે છે. મંગળવારે હોય તો તેને ભૌમ પ્રદોષ કહે છે અને શનિવારે હોય તો તેને શનિ પ્રદોષ વ્રત કહે છે. વિશેષ કરીને સોમવાર, મંગળવાર અને શનિવારના પ્રદોષ વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.

શનિ પ્રદોષ વ્રત વિધિ

દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને બેલ પત્ર, ગંગાજળ, ચોખા, ધૂપ, દિપ સહિત પૂજા કરો. સાંજે ફરીથી સ્નન કરીને આ જ રીતે શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે પ્રદોષનુ વ્રત કરવાથી વ્રતીને પુણ્ય મળે છે.

શનિ પ્રદોષ વ્રત કથા

પ્રાચીન સમયની વાત છે. કોઈ નગરમાં એક શેઠ રહેતો હતો તે અત્યંત દયાળુ હતા. તેમને ત્યાંથી કોઈપણ ક્યારેય ખાલી હાથે ન જતું હતું પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. જેને કારણે તેઓ ઘણા દુઃખી હતા. એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો. જેવા તેઓ નગરની બહાર નિકળ્યા હતા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધઘી લગાવી એક તેજસ્વી સાધુને જોયા. બંનેએ વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ આગળ યાત્રા કરીએ. પતિ-પત્ની બંને સમાધીકાલીન સાધુની સામે હાથ જોડી બંસી ગયા અને તેમની સમાધી તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા. સવારથી સાંજ અને પછી ફરીથી રાત પડી ગઈ, પરંતુ સાધુની સમાધી ન તૂટી. પણ તે બંને પતિ-પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા. અંતે બીજા દિવસે સવારે સાધૂ સમાધીથી ઊઠ્યા. પતિ-પત્નીને ત્યાં બેસેલા જોઈએ સાધુ મહારાજ બોલ્યા- હું તમારી અંતરમનની કથા જાણી ગયો છું. હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું. સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેમને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની નીચેની વંદના બતાવી...


हे रुद्रदेव शिव नमस्कार। शिव शंकर जगगुरु नमस्कार॥
हे नीलकंठ सुर नमस्कार। शशि मौलि चन्द्र सुख नमस्कार॥
हे उमाकान्त सुधि नमस्कार। उग्रत्व रूप मन नमस्कार ॥
ईशान ईश प्रभु नमस्कार। विश्‍वेश्वर प्रभु शिव नमस्कार॥


તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમને નિયમપૂર્વક શનિ પ્રદોષ વ્રત કર્યા. થોડા સમય પછી શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. શનિ પ્રદોષ વ્રતના પ્રભાવથી તેમની ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાય ગયો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

હિન્દુ

news

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

ભાદરવા કૃષ્ણ પક્ષની અગિયારસ અજા એકાદશીના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરીને ભગવાન ...

news

Hartalika Teej કેવડાત્રીજ મુહૂર્ત - પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે 107 જન્મ લીધા... આ રીતે કરો પૂજા

ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે ...

news

રોજ સવારે તાંબાના લોટામાં જળ ભરીને તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષ પર જળ ચઢાવવુ જોઈએ.

શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે જ એક લોટો પાણી તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષને પણ અર્પિત કરવુ ...

news

વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

વરલક્ષ્મીનો વ્રત આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી ...

Widgets Magazine