શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 13 જૂન 2015 (15:51 IST)

6 ઉપાય જેનાથી આ વર્ષે શનિ તમને સુખી બનાવશે

હિંદુ પંચાગ મુજબ નવા વર્ષની શરૂઆત શનિવારના દિવસે થઈ છે. તેથી આ વર્ષનો રાજા શનિ મહારાજ રહેશે. આવામા શનિની કૃપા જેમના પર રહેશે તેમને માટે આ વર્ષ સુખદ અને ઉન્નતિદાયક રહેશે. જો તમે પણ શનિની કૃપાનો લાભ મેળવવા માંગો છો તો અપનાવો આ 6 ઉપાય 
 
1. દરેક શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. જો આવુ શક્ય ન હોય તો ત્યારે કોઈપણ શનિવારે સુંદરકાંડનો પાઠ શરૂ કરો અને શુક્રવારના દિવસે તેનુ સમાપન કરો. 
 
2. દર શનિવારે કોઈ લોખંડના વાસણમાં સરસિયાનુ તેલ ભરીને તેમા તમારો ચેહરો જુઓ. ત્યારબાદ આ તેલને વાસણ સહિત કોઈ ગરીબને દાન કરો. દાન લેનાર ગરીબ અને વડીલ વ્યક્તિ હોય તો ઉત્તમ રહેશે. 
 
3. રોજ 108 વાર શનિ મહારાજનો મંત્ર ઓમ પ્રાં પ્રી. પૌં સ: શનૈશ્ચરાય નમ: નો જાપ કરો. 
 
4. શુકવારની રાત્રે સવા કિલો કાળા ચણા પલાળીને મુકો. શનિવારે ચણાને કાળા કપડામાં એક કોલસો, ચપટી સિંદૂર અને એક સિક્કો બાંધીને યમુનામાં પ્રવાહિત કરી દો. જો તમારી આસ-પાસ યમુના નથી તો કોઈપણ નદીમાં પ્રવાહિત કરી દો. આ ટોટકા ઓછામાં ઓછા આઠ શનિવાર સુધી કરવાનુ વિધાન છે. 
 
5. શનિ મહારાજના કોઈપણ સિદ્ધ મંદિરમાં જઈને શનિ મહારાજનો તેલાભિષેક કરો. દિલ્હીની આસપાસ શનિનું સૌથી સિદ્ધ મંદિર કોકિલાવન છે.  તમે ઈચ્છો તો અહી જઈને શનિ મહારાજનુ તૈલાભિષેક કરી શકો છો. 
 
 6. આ વર્ષનો રાજા છે શનિ અને તેમના મંત્રી છે મંગળ. તેથી શનિની કૃપા મેળવવા માટે એક સૌથી સહેલો ઉપાય એ છે કે તમે નિયમિત રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેના પાઠથી મંગળ અને શનિ બંને અનુકૂળ રહેશે.