શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (17:05 IST)

માર્ગશીર્ષના શુક્રવારે કરશો શંખ પૂજા તો , ધનવાન બનવાથી કોઈ ના રોકી શકે .

15 નવંબરથી માર્ગશીર્ષ માસ શરૂ થઈ ગયા છે. 
 
આમ તો રોજ શંખનુ પૂજન કરવામાં આવે છે પણ શુક્રવારે આનુ પૂજન કરવુ વિશેષ ફળદાયી હોય છે. શુક્રવારે દક્ષિણાવર્તી શંખનુ પૂજન ખૂબ જ શુભકારક હોય છે.  આને લક્ષ્મીસ્વરૂપ માનીને તેનુ પૂજન કરવામાં આવે છે.
આ શંખનુ પૂજન કરવા માટે સૌ પહેલા તેને શુદ્ધ જળથી ધોઈને તેને સાફ કરો પછી તેના પર કંકુ અને ચોખા અર્પિત કરો. પછી સુગંધિત પુષ્પ અર્પિત કરી હાથ જોડો.
 
સદા શંખમાં પાણી ભરીને મુકો અને આ જળનુ સેવન પણ કરો.  
 
ઘરમાં અને ધનવાળા સ્થાન પર તેનુ પાણી છાંટવાથી વિશેષ લાભ થાય છે.
 
માન્યતા છે કે આ શંખ શંખચૂડ નામથી ઉત્પન્ન થયો હતો.  ભગવાન શિવે એક રાક્ષસનો વધ કર્યા પછી તેને સમુદ્રમાં નાખ્યો હતો. જે પછી શંખચૂડના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યારબાદ અનેક નાના નાના શંખ સમુદ્રમાંથી મળ્યા.  આ જ રીતે ભગવાન વિષ્ણુનો શંખ પણ થયો જેને પાંચજન્ય કહેવામાં આવ્યો. અન્ય શંખોનુ નામ વામાવર્ત, દક્ષિણાવર્ત વગેરે પડ્યુ.