શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (00:55 IST)

શીતળા સાતમનો મહત્વ

શ્રાવણ વદ સાતમના દિવસ શીતળા સાતમના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શીતળામાતા જે  શ્રીદુર્ગાદેવીનો અવતાર કહેવાય છે તેમની પૂજા કરાય છે. 
શીતળા સાતમના એક દિવસ પહેલા  રાંધણ છઠના દિવસે એટલે કે આગલા દિવસે રાંધેલું ખાવું. જેને ટાઢી રસોઈ કરવી કહેવાય છે. 
 
રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. 
 
લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાઢી કરે છે. 
 
શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતાનને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.