બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 2 સપ્ટેમ્બર 2024 (00:26 IST)

Somvati Amavasya Upay: સોમવતી અમાવસ્યા પર કરો આ 7 ઉપાય, મળશે પારિવારિક સુખ અને સંપત્તિ

somvati amavasya
સોમવારનાં દિવસે આવનારી  અમાસને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે.  2  સપ્ટેમ્બર સોમવતી અમાવસ્યા છે. આ તિથિનાં દિવસે વ્રત કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે સાથે જ  આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી તમે તમારા જીવનના દુ:ખ અને પરેશાનીઓને દૂર કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે. 
 
સોમવતી અમાવસ્યાના ઉપાયો
- જો તમે તમારા પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહે એવું ઇચ્છતા હોય તો તમે સોમવતી અમાસના દિવસે શિવ પરિવારની પૂજા જરૂર કરો. આ ઉપાય અપનાવવાથી તમારા બગડેલા કામ પણ થવા માંડશે 
 
- જો તમે સોમવતી અમાસના દિવસે તમારા ઘરમાં અશોકનો છોડ લગાવશો તો તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે. આ ઉપાય તમારા પૂર્વજોને પણ પ્રસન્ન કરે છે. અમાસના દિવસે અશોકનું વૃક્ષ લગાવ્યા પછી તમારે તેનું ધ્યાન પણ રાખવું પડશે. એવું માનવામાં આવે છે કે આવુ કરવાથી તમને મોક્ષ મળે છે.
 
- સોમવતી અમાવસ્યાના દિવસે તમે પિતૃ દોષથી મુક્તિ માટે  કાળા તલનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ તો મળશે સાથે જ કરિયરના ક્ષેત્રમાં પણ બરકત આવે છે.
 
- એપ્રિલ મહિનામાં સોમવતી અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ છે. તેથી, તમે આ દિવસે સૂર્ય મંત્રોનો જાપ કરીને લાભ મેળવી શકો છો. 
આ દિવસે તમે 'ઓમ આદિત્યય વિદ્મહે સહસ્ત્રકિરણાય ધીમહિ. તન્નો સૂર્યઃ પ્રચોદયાત્.' મંત્રનો જો ૧૦૮ વાર જાપ કરશો તો ગ્રહણનો કોઈ નેગેટીવ પ્રભાવ તમારા પર નહિ રહે.  આ ઉપાય તમને સરકારી ક્ષેત્રોમાં લાભ આપી શકે છે અને જો તમારા પિતા સાથે તમારા સંબંધ ખરાબ છે તો સબધોમાં પણ તાજગી  આવશે.  
 
- આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ગંગાજળ અને બિલ્વના પાન ચઢાવવા જોઈએ. આ ઉપાય અપનાવવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
 
-સોમવતી અમાવસ્યાના દિવસે યોગ-ધ્યાન કરવાથી અને ચંદ્ર ગ્રહના બીજ મંત્રનો જાપ કરવાથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો તેની સ્થિતિ પણ સુધરે છે 
 
-સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે તમારે સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પિત કરવું જોઈએ. પીપળના વૃક્ષને ત્રિમૂર્તિનું નિવાસસ્થાન માનવામાં આવે છે. પીપળાના ઝાડના મૂળ પર જળ ચઢાવવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તો પ્રસન્ન થાય છે સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ ઉપાય તમારા દરેક દુ:ખ દૂર કરી શકે છે.