ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Utpanna Ekadashi - આજે ઉત્પતિ એકાદશી, જાણો વ્રત કથા

શુક્રવાર, 11 ડિસેમ્બરના રોજ કારતક મહિનાના વદ પક્ષની એકાદશી છે. માન્યતા છે કે, આ તિથિએ એકાદશી નામના દેવી પ્રકટ થયાં હતાં. શુક્રવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પૂજા પણ કરવી જોઇએ.
 
ઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે.
 
ઉત્પતિ એકાદશીની વ્રત કથા 
 
પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ હતો. એ કાળરુપધારી દુરાત્‍મા મહાસુરે ઇન્‍દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્દભુત, અત્‍યંત, રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા, એમને સ્‍વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્‍યા હતાં. હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઇને પૃથ્‍વીપર વિચર્યા કરતાં હતાં એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્‍યાં ઇન્‍દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃંતાંત કહી સંભળાવ્‍યું. ઇન્‍દ્ર બોલ્‍યા, “મહેશ્ર્વર ! આ દેવો સ્‍વર્ગલોકથી ભ્રષ્‍ટ થઇને પૃથ્‍વી પર વિચરી રહ્યાં છે. મનુષ્‍ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ ! કોઇ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહારો લે?”
 
મહાદેવજીએ કહ્યું : “દેવરાજ! જયાં બધાને શરણ આપનારા, બધાની રક્ષમાં તત્‍પર રહેનારા જગતના સ્‍વામી ભગવાન ગુરુડધ્‍વજ બિરાજમાન છે, ત્‍યા જાઓ. તેઓ તમારા સૌનું કલ્‍યાણ કરશે.”ભગવાન શ્રી કૃષ્‍ણ કહે છેઃ યુધિષ્ઠિર! મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્‍દ્ર બધા દેવો સાથે ત્‍યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્‍દ્રે હાથ જોડીને એમની સ્‍તુતિનો આરંભ કર્યો. ઇન્‍દ્ર બોલ્‍યાઃ દેવ આપને નમસ્‍કાર છે. દેવ આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન! હે દેવેશ્વર ! શરણાગત વત્‍સલ દેવો ભયભીત થઇને આપના ચરણે  આવ્‍યા છે.
 
પ્રભુ ! અત્‍યંત ઉગ્ર સ્‍વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્‍યે બધા દેવોને જીતીને એમને સ્‍વર્ગમાંથી કાઢી મુકયા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ ! આપ  દૈત્‍યોના શત્રુ છો. મધુસુદન ! અમારી રક્ષા કરો. જગન્‍નાથ ! બધા દેવો મૂર નામના દાનવથી ભગભીત થઇને આપના શરણે આવ્‍યા છે.ભકતવત્‍સલ! અમને બચાવો ! દાનવોનો વિનાશ કરનારા કમલનયન! અમારી રક્ષા કરો.
 
પૂર્વ કાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંઘ નામનો એક મહાન અસુર ઉત્‍પન્‍ન થયેલો હતો. એ અત્‍યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્‍યાત થયો. એ પણ મહા પરાક્રમી અને દેવો માટે ભયાનક છે. ચંદ્રાવતી નામે એક પ્રસિધ્‍ધ નગરી છે. એમા જ સ્‍થાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્‍યે સમસ્‍ત દેવતાઓને હરાવીને એમને સ્‍વર્ગમાંથી કાઢી મૂકયા છે. એણે એક બીજા જ ઇન્‍દ્રને સ્‍વર્ગનાં સિંહાસન પર બેસાડયા છે. અગ્નિ, ચંદ્રમાં, સુર્ય, વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્‍યા છે. જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્‍થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્‍યેક સ્‍થાનથી વંચીત કરી દીધા છે.
 
ઇન્‍દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્‍ણુને ખૂબ જ ક્રોધ આવ્‍યો તેઓ દેવતાને સાથે લઇને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયુ કે દૈત્‍યરાજ વાંરવાર ગર્જના કરી રહ્યો છે. અને એનાથી ભયભીત થઇને બધા જ દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્‍ણુને જોઇને દાનવ બોલ્‍યો “ઉભો રહે…. ઉભો રહે !” એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઇ ગયા. તેઓ બોલ્‍યાઃ “અરે દુરાચારી દાનવ ! મારી આ ભુજાઓને જો.” આમ કહીને શ્રી વિષ્‍ણુએ પોતાના દિવ્‍ય બાણોથી સામે આવેલા દુષ્‍ટ દાનવોને મારવાનું શરુ કર્યું. ત્‍યાર પછી શ્રી વિષ્‍ણુએ દૈત્‍ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્‍ન ભિન્‍ન થલને સંકડો યોધ્‍ધાઓ મોતના મુખમાં ચાલ્‍યા ગયા” ત્‍યાર પછી ભગવાન મધુસુદન  બદ્રીકાશ્રમ ચાલ્‍યા ગયા. ત્‍યાં સિંહાવતી નામની ગુફા હતી. એ બાર યોજન લાંબી હતી.
 
એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્‍ણુ એમાં જ સૂઇ ગયા. દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્‍યાં ભગવાન સૂતેલા જોઇએ, એને ઘણો  હર્ષ થયો. એણે વિચાર્યું, “આ દાનવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઇએ.”  દાનવ આમ વિચારતો જ હતો ત્‍યાં જ ભગવાન વિષ્‍ણુના શરીરમાંથી એક કન્‍યા પ્રગટ થઇ. એ ખૂબ જ રુપવતી  સૌભાગ્‍યશાળી તથા દિવ્‍ય અસ્‍ત્ર-શસ્‍ત્રથી યુકત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્‍પન્‍ન થઇ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું.  દાનવરાજ મૂરે એ કન્‍યાને જોઇ, કન્‍યાએ યુધ્‍ધનો વિચાર કરીને દાનવને યુધ્‍ધ માટે પડકારીને યુધ્‍ધ છેડયું. કન્‍યા બધા પ્રકારની યુધ્‍ધકળામાં હોંશિયાર હતી. એ મૂર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઇ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઊઠયા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઇને પૂછયું. “મારો આ શત્રુ અત્‍યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે આનો વધ કર્યો છે ?”
 
તમારા આ કાર્યથી ત્રણે લોકના મુનિઓ, અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે ઋચિ હોય, એ પ્રમાણે વરદાન માંગો. દેવદુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ ! એ કન્‍યા સાક્ષાત એકાદશી જ હતી. એણે કહ્યું : “પ્રભુ! જો આપ પ્રસન્‍ન છો, તો હું આપની કૃપાથી, બધા તીર્થોમાં મુખ્‍ય, સમસ્ત વિઘ્નનો નાશ કરનારી, તથા બધા પ્રકારની સિધ્‍ધી આપનારી દેવી થાંઉ, જનાર્દન જે લોકો આપમાં ભકિત રાખીને મારા દિવસે ઉપવાસ કરશે, એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્‍ત થાય. માધવ જે લોકો  ઉપવાસ, એકટાણું અથવા ફકત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે, એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો.”
 
આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્‍ન થઇ. બન્‍ને પક્ષોની એકાદશી સમાન રુપે કલ્‍યાણ કરનારી છે. એમાં શુકલ અને કૃષ્‍ણનો ભેદ ન કરવો જોઇએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્‍યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ “ત્રિસ્‍પર્શા” એકાદશી કહવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્‍પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્‍ત થાય છે. અષ્‍ટમી એકાદશી, ષષ્ડિ, તૃત્‍યા અને ચતુર્દશી, એ જો પૂર્વ તીથીથી બંધાયેલી હોય, તો એમાં વ્રત ન કરવું જોઇએ. પરિવર્તિની તિથિથી મુકત હોય ત્‍યારે જ એમા ઉપવાસનું વિધાન છે. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય ! તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે.