મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (09:00 IST)

Vinayaka Chaturthi : 14 જૂનને વિનાયક ચતુર્થી જાણો પૂજનના શુભ મૂહૂર્ત અને વિધિ

સોમવારે વિનાયક ચતુર્થી છે. ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશની તિથિ છે. હિન્દુ ધર્મગ્રંથોના મુજબ શ્રી ગણેશની કૃપાથી જીવનના બધા અશકય કાર્ય પણ શક્ય થઈ જાય છે. શાસ્ત્રોના મુજબ અમાવસ્યા પછી 
આવતી શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે. પુરાણો મુજબ શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ વખતે વિનાયક ચતુર્થી 14 જૂન 2021ને ઉજવાશેૢ આવો 
જાણી ભગવાન ગણેશની પૂજા વિધિ અને શુભ મૂહૂર્ત. 
 
દર મહીનના શુક્લ પક્ષમાં આવતી વિનાયકી ચતુર્થી વ્રત કહે છે. આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે શ્રી ગણેશની પૂજા બપોરે- મધ્યાહમમાં કરાય છે. આ દિવસે શ્રીગણેશના પૂજન અર્ચન 
કરવો લાભાદાયી ગણાય છે. આ દિવસે ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ -સમૃદ્દિ, ધન-ધાન્ય, આર્થિક સંપન્નતાની સાથે સાથે -જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ પણ હોય છે. 
ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા કહેવાય છે. વિઘ્નહર્તા એટલે તમારા બધા દુખોને દૂર કરનાર. તેથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે  વિનાયક ચતુર્થી અને સંકષ્ટી ગણેશ ચતુર્થીનો વ્રાત કરાય હ્હે. આવો 
જાણીએ કેવી રીતે કરીએ વિનાયક ચતિર્થીનો પૂજન 
 
* બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને દૈનિક કર્મથી પરવારીને, લાલ રંગના કપડાં પહેરો.
* બપોરની પૂજા સમયે શક્તિ અનુસાર સોના, ચાંદી, પિત્તળ, તાંબુ, માટી અથવા સોના અથવા ચાંદીની બનેલી ગણેશ મૂર્તિ સ્થાપિત કરો.
* સંક્લ્પ પછી, ષોડશોપચાર પૂજન કરી શ્રી ગણેશની આરતી કરવી. 
* શ્રી ગણેશની મૂર્તિ પર સિંદૂર ચઢાવો.
* હવે ગણેશના પ્રિય મંત્ર- 'ઓમ ગણ ગણપતયે નમ' 'નો જાપ કરતી વખતે 21 દુર્વા અર્પિત કરો. 
* શ્રી ગણેશને બુંદીના 21 લાડુના ભોગ લગાડો. તેમાંથી  5 લાડુઓ બ્રાહ્મણને દાન કરો અને 5 લાડુ શ્રી ગણેશના ચરણોમાં રાખો અને બાકીના પ્રસાદ તરીકે વહેચી દો. 
* પૂજનના સમયે શ્રી ગણેશ સ્તોત્ર, અથર્વશીર્ષ, સંકટનાસક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
* બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. જો તમારી પાસે શક્તિ હોય, તો ઉપવાસ કરો અથવા સાંજે પોતે ભોજન કરો. 
*  સાંજે ગણેશ ચતુર્થી કથા, ગણેશ સ્તુતિ, શ્રી ગણેશ સહસ્ત્રનામાવલી, ગણેશ ચાલીસા, ગણેશ પુરાણ વગેરેની પૂજા કરો. સંકટશન ગણેશ સ્તોત્રના પાઠ કરીને શ્રી ગણેશની આરતી
અને 'ઓમ ગણેશાય નમ.' મંત્રનો જાપ કરો.
 
વિનાયક ચતુર્થી શુભ મુહૂર્તા 2021
ભગવાન શ્રી ગણેશની ઉપાસના માટે શુભ સમય- જ્યેષ્ઠ શુક્લ ચતુર્થી 13 જૂને રાત્રે 9.40 વાગ્યેથી શરૂ થશે અને 14 જૂને રાત્રે 10.34 વાગ્યે સમાપ્ત થશે.