શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 12 જુલાઈ 2014 (16:46 IST)

તો ગૃહસ્થ જીવન અર્થપૂર્ણ થઈ જાય ...

તો ગૃહસ્થ જીવન અર્થપૂર્ણ થઈ જાય ...

હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને માતાનો દર્જો આપ્યો છે. માન્યતા છે કે ઘરના આંગણે  તુલસીનો છોડ લગાવવાથી તમામ મુશ્કેલી સમાપ્ત થઈ ઘરમાં ખુશાલી આવે છે.  . ધર્મગંથોમાં ભગાવાન વિષ્ણુ અને તુલસીના લગ્નનું વિધાન છે. તેથી તુલસીને વિષ્ણુપ્રિયા નામેથી પણ ઓળખાય છે. તુલસીના પણ અનેક રૂપ છે. જેમાં રક્ત તુલસી, રામ તુલસી., વન તુલસી, જ્ઞાનતુલસી વગેરે છે. 
 
- વાસ્ત્તુ દોષ મુક્તિ માટે તુલસીને દક્ષિણ-પૂર્વથી લઈ ઉત્તરપશ્ચિમ સુધી કોઈપણ સ્થળે લગાવી શકાય . જો જ્ગ્યા ન હોય તો કુંડામાં પણ તુલસીનો છોડ લગાવી શકાય છે. 
 
- તુલસીનો છોડ રસોડા નજીક રાખવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે. 
 
- પૂર્વ દિશામાં રાખવાથી સંતાન આજ્ઞાંકારી બને  છે. 
 
- જો સંતાન વાત ન માનતી હોય તો પૂર્વ દિશામાં રાખેલ તુલસીના  છોડના ત્રણ પાંદડા દરરોજ તેને ખવડાવો. તે શીઘ્ર આજ્ઞાકારી થશે. 
 
- યોગ્ય વરની ઈચ્છા ધરાવતી કન્યાએ  તુલસીના  છોડને દક્ષિણપૂર્વમાં રાખી  નિયમિત જળ અર્પણ કરવું .  
 
- બિઝનેસમાં  વૃદ્ધિ માંગતા હો તો તુલસીના  છોડને નૈત્રૃત્ય ખૂણામાં રાખી  દર શુક્રવારે કાચુ દૂધ ચઢાવો .