શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 6 નવેમ્બર 2014 (15:01 IST)

દાતણના ફાયદા જાણી ટૂથબ્રશ કરવાનું છોડી દેશો.

આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરવામાં આવે  છે જ્યારે કે દાતણના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતણનો ઉપયોગ કરવા લાગશો. દાતણ માત્ર આરોગ્ય અને બૌદ્ધિક ક્ષમતા જ નહી પણ  ધર્મ અને અધ્યાત્મની નજરથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે  વ્રત દરમિયાન કેટલાક લોકો આજે પણ બ્રશની જ્ગ્યાએ દાતણનો  પ્રયોગ કરે છે. 
 
ધાર્મિક દ્રષ્ટિથી દાતણનું ઘણુ મહત્વ છે, કારણ કે દાતણ એંઠુ નથી હોતુ જ્યારે કે ટૂથબ્રશ તમે રોજ નવુ નથી વાપરતા . એક જ ટૂથબ્રશ ધોઈને તમે અનેક વાર વાપરો છો. આથી બ્રશ બ્રશ શુદ્ધ અને પવિત્ર નથી ગણાતુ.  આથી વ્રત અને તહેવારના દિવસોમાં બ્રશ કરવો શાસ્ત્રોની દ્રષ્ટિએ  યોગ્ય નથી . જ્યારે કે આયુર્વેદ મુજબ દાતણ  કરવાથી થતા ફાયદા જાણી તમે ચોંકી જશો. 
 
આયુર્વેદમાં જણાવ્યું છે કે દાતણ  દાંતોને ચમકાવવા ઉપરાંત તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિને પણ વધારે છે. જે લોકો પોતાની યાદશક્તિ વધારવા ઈચ્છે છે તેમણે પોતાના દાંત દાતણથી સાફ કરવા જોઈએ. આનાથી બુધ ગ્રહનો દોષ પણ દૂર થાય છે. 
 
મસૂઢા  અને દાંતની મજબૂતી માટે બબૂલના દાતણથી દાંત સાફ કરવા ફાયદાકારી હોય છે. બબૂલ શનિ ગ્રહના અશુભ પ્રભાવને દૂર કરે છે. આથી જ્યોતિષાચાર્યમાં જણાવ્યું છે કે શનિ દોષથી મુક્તિ માટે સવાર-સાંજ બબૂલના દાતણનો  ઉપયોગ કરવો જોઈએ. .
 
આયુર્વેદમાં જણાવ્યું છે કે 'નિમ્બશ્ચ તિત્તકે શ્રેષ્ઠ' લીમડાના દાતણથી દાંતોને સ્વસ્થ રાખવાની સાથે પાચન ક્રિયા અને ચેહરા પર નિખાર લાવવા માટે પણ લાભકારી છે.આ જ કારણે  આજે પણ ગામના લોકો નિયમિત લીમડાના દાતણનો પ્રયોગ કરે છે. 
 
આયુર્વેદમાં જણાવ્યું છે કે બેરના દાતણથી નિયમિત દાંત સાફ કરો તો આવાજ સાફ અને મધુર થઈ જાય છે. બદર્યા મધુર સ્વર' આથી જે લોકો વાણીથી સંબંધિત ક્ષેત્રોમાં કેરિયર બનાવવાનું વિચારી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમણે બેરના દાતણનો પ્રયોગ કરવો જોઈએ.