શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

પવિત્ર આત્મા શુ છે ?

P.R
પવિત્ર આત્માની ઓળખ વિશે ઘણી ખોટી ધારણાઓ છે. કેટલાક લોકો પવિત્ર આત્માને એક રહસ્યાત્મક શક્તિના રૂપમાં જુએ છે. અન્ય પવિત્ર આત્માને તેના નિવૈયક્તિક શક્તિના રૂપમાં જુએ છે, જે પરમેશ્વરના અનુયાયીઓને ઉપલબ્ધ કરાવે છે. પવિત્ર આત્માની ઓળખ વિશે કહેવાય છે કે પવિત્ર આત્મા પરમેશ્વર છે. પવિત્ર આત્મા એક વ્યક્તિ છે, એક અસ્તિત્વ છે જેમા બુદ્ધિ, ભાવનાઓ અને ઈચ્છા છે.

માણસ જ્યારે કંઈક ખોટુ કરે છે કે ખોટુ બોલે છે તો અંદરથી એક અવાજ આવે છે કે તે પવિત્ર આત્મા સાથે ખોટુ બોલ્યો છે, તે લોકો સાથે નહી પરંતુ ઈશ્વર સાથે ખોટુ બોલ્યો. આ એક સ્પષ્ટ ઘોષણા છે કે પવિત્ર આત્મા સાથે ખોટુ બોલવુ મતલબ ઈશ્વર સાથે ખોટુ બોલવુ છે. આપણે તેથી પણ જાણી શકીએ છીએ કે પવિત્ર આત્મા પરમેશ્વર છે, કારણ કે તેમાં પરમેશ્વરની વિશેષતાઓ કે ચારિત્રિક ગુણ છે. એક ભજનની લાઈન છે કે "હુ તારી આત્માથી ભાગીને ક્યા જઉ ? તારી સામે ક્યા ભાગુ ? જો હું આકાશ પર ચઢુ તો તુ ત્યાં છે. જો હુ મારી પથારી આલોકમાં પણ પાથરીશ તો તુ ત્યાં પણ છે. આપણે પવિત્ર આત્માની સર્વજ્ઞતાની વિશેષતાઓ જોઈએ છીએ. પણ પરમેશ્વરને તેમના પોતાની આત્મા દ્વારા આપણા પર પ્રગટ કરી, કારણ કે આત્મા બધી વાતો, મતલબ પરમેશ્વરની ગૂઢ વાતો પણ તપાસે છે. મનુષ્યમાંથી કોણ કોઈ બીજા મનુષ્યની વાતો જાણે છે, ફક્ત મનુષ્યની આત્મા જ જે તેમા છે તે જાણે છે. તેવી જ રીતે પરમેશ્વરની વાતો પણ કોઈ નથી જાણતુ, ફક્ત પરમેશ્વરની આત્મા જ જાણે છે.

આપણે કહી શકીએ કે પવિત્ર આત્મા ચોક્કસ એક વ્યક્તિ છે, કારણ કે તેમા બુદ્ધિ, ભાવનાઓ અને ઈચ્છા છે. પવિત્ર આત્મા વિચાર છે અને જાણે છે. પવિત્ર આત્મા દુ:ખી થઈ શકે છે. આત્મા આપણે માટે મધ્યસ્થતા કરે છે. પવિત્ર આત્મા પોતાની ઈચ્છામુજબ નિર્ણય લે છે. પવિત્ર આત્મા પરમેશ્વર છે. ત્રિએકત્વનો ત્રીજો વ્યક્તિ. પરમેશ્વરના રૂપમાં, પવિત્ર આત્મા એક સહાયક તરીકે યોગ્ય કાર્ય કરી શકે છે.