શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 6 જુલાઈ 2015 (16:14 IST)

પૂજન કરતા સમયે ધ્યાન રાખો આ 11 વાતો , મળશે ભગવાનની કૃપા

હિંદુ પરિવારોમાં રોજ દેવી-દેવતાઓના પૂજન કરવાની પરંપરા છે . અને પૂજા પાઠ હિન્દ્ય ધર્મના અભિન્ન ભાગ પણ છે. અમારા ધર્મ ગ્રંથોમાં દેવતાઓને પૂજન સંબંધિત ખૂબ જરૂરી વાતો જણાવી છે. આ વાતો ખૂબ મહ્ત્વપૂર્ણ છે. આજે અમે તમને તમારા પૂજનથી સંકળાયેલી આ જરૂરી વાતો જણાવી રહ્યા છે. 
 
1. સૂર્યદેવ , શ્રીગણેશ , દુર્ગા , શિવ અને વિષ્ણુને પંચદેવ કહ્યા છે.સુખની ઈચ્છા રાખતા દરેક માણસને દરરોજ આ પાંચ દેવોની પૂજા જરૂર કરવી જોઈએ. કોઈ પણ શુભ કાર્યથી પહેલા પણ એની પૂજા અનિવાર્ય છે. 
 
2. શિવજીની પૂજામાં કયારે પણ કેતકીના ફૂલના ઉપયોગ નહી કરવા જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ અર્પિત નહી કરવા જોઈએ. ભગવાન શ્રીગણેશની પૂજાનમાં તુલસી નહી અર્પિત કરવી જોઈએ. 
 
3. સવારે સ્નાન પછી પૂજા માટે ફૂલ   તોડવા જોઈએ. વાયુ પુરાણ મુજબ જે માણસ વગર સ્નાન કરે ફૂલ કે તુલસીના પાન તોડીને દેવતાઓને અર્પિત કરે છે . એની પૂજા દેવતા ગ્રહણ નથી કરતા. 
 

4. દેવતાઓના પૂજનમાં અનામિકા (નાની આંગળી) આંગળીથી ગંધ (ચંદન , કુમકુમ, અબીર, ગુલાલ, હળદર, મેહંદી)  લગાવી જોઈએ. પૂજનમાં શુદ્ધ ઘીના દીપક તમારી જમણી અને તેલના દીપક ડાબી  તરફ રાખવું જોઈએ. 
 
5. પૂજનમાં દેવતાઓને ભોગ જરૂર લગાવું જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવા દીપકને ક્યારે પણ પોતે નહી બુઝાવો જોઈએ. 
 
6.  ભગવાનને ક્યારે પણ બાસી જળ , ફૂલ અને પાન નહી ચઢાવા જોઈએ. ગંગાજળ , તુલસીના પાન , બિલ્વપત્ર અને કમળ આ ચારો કોઈ પણ અવસ્થામાં બાસી નહી થતા. આથી એના ઉપયોગ પૂજનમાં કયારે પણ કરી શકાય છે. 

7. લિંગાર્જન ભગવાન સૂર્યની સાત , શ્રીગણેશની ત્રણ , વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરીક્રમા કરવી જોઈએ.
 
8. પૂજન સ્થળના ઉપર કોઈ ભંગાર કે વજની વસ્તુવાળી વસ્તુ ના રાખો. પૂજન સ્થળ પર પવિત્રતાના ધ્યાન રાખો જેમ કે ચપ્પલ પહેરીને કોઈ પૂજન સ્થાન સુધી ના જાએૢ ચમડાનું બેલ્ટ પર્સ રાખીને કોઈ પૂજા ન કરો. 
 
9. શિવપુરાણ મુજબ શ્રીગણેશ ને જે દુર્વા ચઢાવે છે એ બાર આંગળી લાંબી અને ત્રણ ગાંઠો વાળી હોવી જોઈએ. એમ 101 કે 121 દુર્વાથી શ્રીગણેશના પૂજન કરવા જોઈએ. 

10 ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ. માતા દુર્ગા , સૂર્યદેવ અને શ્રીગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્ર અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાન વિધાન છે. 
 
11. ભગવાન શિવને હળદર નહી ચઢાવી જોઈએ અને ન જ શંખથી જળ ચઢાવા જોઈએ. શાસ્ત્રો મુજબ આ બન્ને કામ શિવ પૂજામાં મના છે. પૂજન સ્થળની સફાઈ દરરોજ કરવી જોઈએ. પૂજન સ્થળ પર કચરો વગેરે જમા નહી હોવા જોઈએ.