શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

મંગળ કળશનું મહત્વ

P.R
વૈજ્ઞાનિક જ્ઞાનને પ્રતિકોમાં બાંધીને ધાર્મિક આસ્થામાં ઓતપ્રોત કરી દેવા તે હિંદુ ધર્મની વિશેષતા છે. હિન્દુ રીવાજ અનુસાર જ્યારે પણ કોઇ પુજા થાય છે ત્યારે મંગળ કળશની સ્થાપના ચોક્કસપણે કરવામાં આવે છે. મોટા અનુષ્ઠાન, યજ્ઞ વગેરેમાં તો પુત્રવતી સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં મંગળ કળશ લઈને શોભાયાત્રામાં નીકળે છે. તે સમયે સૃજન અને માતૃત્વ બંનેની પુજા એકી સાથે થાય છે. સમુદ્ર મંથનની કથા ખુબ જ પ્રસિધ્ધ છે. સમુદ્ર જીવન અને બધા જ દિવ્ય રત્નોની ઉપલબ્ધીઓનો સ્ત્રોત છે.

દેવી અર્થાત રચનાત્મક અને દાનવી અર્થાત ધ્વંસાત્મક શક્તિઓ આ સમુદ્રનું મંથન મંદરાચલ શિખર પર્વતની મથાની અને વાસુકી નાગની રસ્સી બનાવીને કરે છે. પહેલા તો આ આપણને એક કપોલ કલ્પના કે કાલ્પનિકકથા લાગે છે કેમકે પુરાણોની અંદર ખાસ કરીને આવી જ કથાઓ હોય છે પરંતુ તેનો મર્મ ખુબ જ ઉંડો હોય છે. જીવનનું અમૃત ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે વિષપાનની શક્તિ અને સુઝબુઝ રાખીએ છીએ. આ જ શ્રેષ્ઠ વિચાર આ કથાની અંદર પરોવાયેલ છે જેને આપણે મંગળ કળશ દ્વારા વારંવાર વાંચીએ છીએ.

કળશનું પાત્ર પાણી ભરેલું હોય છે. જીવનની ઉપલબ્ધીઓનો ઉધ્ધવ આમ્ર પલ્લવ, નાગવલ્લી દ્વારા જોવા મળે છે. જટાઓથી યુક્ત ઉંચુ નારીયેળ જ મંદરાચલ છે અને યજમાન દ્વારા કળશના કંઠમાં બાંધેલ કાચુ સુત્ર જ વાસુકી છે. યજમાન અને પુરોહિત બંને મંથનકર્તા છે. પુજાના સમયે સવારે ઉચ્ચારણ કરનાર મંત્ર પોતે સ્પષ્ટ છે- 'कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रिताः मूलेतस्य स्थितो ब्रह्मा मध्ये मात्र गणा स्मृताः। कुक्षौतु सागरा सर्वे सप्तद्विपा वसुंधरा, ऋग्वेदो यजुर्वेदो सामगानां अथर्वणाः अङेश्च सहितासर्वे कलशन्तु समाश्रिताः।'

એટલે કે સૃષ્ટીના નિયામક વિષ્ણું, રુદ્વ અને બ્રહ્મા ત્રિગુણાત્મક શક્તિ માટે આ બ્રહ્માંડરૂપી કળશમાં વ્યાપ્ત છે. બધા જ સમુદ્ર, દ્વીપ, આ ધરતી, બ્રહ્માંડના સંવિધાન, ચારો વેદોએ આ કળશની અંદર સ્થાન લીધેલ છે. આનો વૈજ્ઞાનિક પક્ષ એ છે કે જ્યાં પણ આ ઘટનાનું બ્રહ્માંડ દર્શન થઈ જાય છે, જેનાથી શરીરરૂપી ઘટનાથી તાદાત્મ્ય બને છે ત્યાં જ તાંબાના પાત્રમાં જળ વિદ્યુત ચુંબકીય ઉર્જાવાન બનાવે છે. ઉંચું નારીયેળનું ફળ બ્રહ્માંડીય ઉર્જાનું ગ્રાહક બની જાય છે. જેવી રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે બેટરી કે કોષા હોય છે તેમ જ મંગળ કળશ બ્રહ્માંડીય ઉર્જા સંકેન્દ્રીત કરીને તેને બહુગુણીત કરીને આજુબાજુ વિકિરિત કરનાર એકીકૃત કોષા છે જે વાતાવરણને દિવ્ય બનાવે છે.

કાચા સુત્રોનો દક્ષિણાવર્તી વલય ઉર્જાવલયને ધીરે ધીરે ચારો તરફ વર્તુળાકાર સંચારિત કરે છે. જેથી કરીને સૂત્ર વિદ્યુત કુચાલન થવાને કારણે બ્રહ્માંડીય બલધારાઓનો ઉપવ્યય રોકે છે. છતાં પણ અનુસંધાનનું ખુલ્લુ ક્ષેત્ર છે કે શોધકર્તા આધુનિક સાધનોનો પ્રયોગ ભક્તિ અને સમ્માનપૂર્વક કરે જેથી કરીને થોડાક વધારે નવા આયામ મળી શકે.