શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 15 જુલાઈ 2014 (17:29 IST)

શ્રાવણના મહિનામાં શિવપૂજાથી થાય છે ચમત્કારી કામ - જાણો કેવી રીતે કરશો પૂજા

શ્રાવણના મહિનામાં શિવપૂજાથી થાય છે ચમત્કારી કામ - જાણો કેવી રીતે કરશો પૂજા

શ્રાવણના મહિનામાં  શિવપૂજાનુ ખૂબ જ મહત્વ છે.આ મહિનામાં,શિવની પૂજા કરી તેમને પ્રસન્ન કરી શકાય છે.આ દરમ્યાન કરેલી પૂજાનું ફળ તરત જ મળે છે. 
 
શ્રાવણના મહિનામાં શિવ અને માતા ગૌરીની ખાસ પૂજા કરાય છે.ભક્તો આખો મહિનો અથવા દર સોમવારે ઉપવાસ કરે  છે. 
 
શ્રાવણના મહિનામાં શિવપૂજાની રીત અને ફળ : - 
 
અભિષેક: -આ મહિને અભિષેક જુદા-જુદા પ્રવાહી વસ્તુઓથી કરવાથી ઘણા ફળ મળે છે. જળાભિષેક કરવાથી મન શાંતિ મળે છે અને વરસાદ થાય છે. 
 
દૂગ્ધાભિષેક - ભોલેનાથને દુગ્ધાભિષેક પસંદ છે. દુગ્ધાભિષેકથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.  
 
મૃત્યુંજ્ય મંત્ર  -શિવજીનો પંચાક્ષરી મંત્ર ૐ નમ: શિવાયનો જાપ કરવાથી તન-મનની શુદ્ધી થાય છે. મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માણસ શારીરિક વ્યાધિઓથી દૂર રહે છે. 
 
બિલપત્રી : - ભગવાન શિવને બિલપત્રી અર્પિત કરવાથી મનની શાંતિ મળે છે. જણાવ્યું  છે કે શિવજીને બિલપત્રી અર્પિત કરવાથી  ત્રણ યુગોના પાપોનો નાશ થાય  છે. 
બિલ્વ વૃક્ષના દર્શન,સ્પર્શન અને પ્રણામ કરવાથી જ રાત -દિવસના સમ્પૂર્ણ પાપ નષ્ટ થાય છે. 
 
પણ ધ્યાન રાખો કે :બિલપત્રી હંમેશા ઉંધી અર્પિત કરવી , લીસો ભાગ શિવલિંગના ઉપર હોય. બિલપત્રીમાં ચક્ર અને વજ્ર ન હોવા જોઈએ. બિલપત્રી  ફાટેલી અને  કીડાએ ખાધેલી મતલબ કાણાવાળી ન હોવી જોઇએ. બિલપત્રી ત્રણ અને અગિયારના સમૂહમાં મળે છે. આ જેટલા વધારે હોય તેટલુ સારું રહેશે. 
 
 
આટલુ કરવુ ભૂલશો નહી.. 
 
 
1. સ્નાનકરી સ્વચ્છ કપડાં પહેર્યા,પછી પૂજા કરો . 
2. દેવી પાર્વતીની  પૂજા જરૂર  કરો.. 
3. રૂદ્રાક્ષની માળા પહેરો . 
4. રાખથી ત્રાંસુ ત્રણ લીટીવાળુ તિલક લગાવી  બેસવું.  
5. શિવલિંગ પર રાખેલ પ્રસાદ ન લેવો. સામે રાખેલ પ્રસાદ લઈ શકો છો. 
6. શિવમંદિરની અડધી પરીક્ર્મા જ કરવી જોઈએ. 
7. ચાંપા ફૂલ અને કેવડાના ફૂલ ન અર્પિત કરવા . 
8. પૂજનમાં  સદાચારી ખોરાક,વિચારો અને વર્તન રાખો.