શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અધિક માસ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (18:00 IST)

Adhik Maas 2023: અધિક માસમા કરો રાશિ મુજબ દાન, ગ્રહ દોષ થશે શાંત

Adhik Maas Daan According to Zodiac: અધિકમાસનુ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે.  તેને પુરૂષોત્તમ માસ કે મલમાસ પણ કહે છે.  માન્યતા છે કે અધિકમાસમાં બધા દેવી-દેવતા દેવલોકથી આવીને પૃથ્વીલોક પર વાસ કરે છે.  બીજી બાજુ આ વર્ષે અધિક માસ શ્રાવણ મહિનામાં લાગ્યો છે. જેને કારણે તેનુ મહત્વ વધી જાય છે. 
 
મિત્રો આપ સૌ જાણો છો કે અધિકમાસ 18 જુલાઈ 2023 થી શરૂ થઈ ગયો છે. જેનુ સમાપન બુધવાર 16 ઓગસ્ટ 2023ના રોજ થશે. અધિકમાસ ભલે શુભ-માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવ્યા છે પણ આ દરમિયાન પૂજા પાઠ, જપ તપ અને દાનનુ ખાસ મહત્વ હોય છે. જ્યોતિષ મુજબ જો તમે અધિક મહિનામાં તમારી રાશિ મુજબ દાન કરશો તો તેનાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળશે તો ચાલો જાણીએ 
 
અધિક માસમાં રાશિ મુજબ કંઈ વસ્તુઓનુ કરવુ દાન.   
.
મેષ - મેષ રાશિના લોકો માલપુઆ, ઘી, ચાંદી, લાલ કપડા, કેળા, દાડમ, તાંબુ, મૂંગા અને ઘઉંનું દાન કરી શકે છે.
 
વૃષભ - અધિકમાસ પર સફેદ વસ્ત્ર, ચાંદી, સોનું, માલપુઆ, માવા, ખાંડ, ચોખા, કેળા, મોતી વગેરેનું દાન કરો
 
મિથુન રાશિ - અધિકામાસમાં પન્ના, મગની દાળ, તેલ, કાંસા, કેળા, સિંદૂર અને સાડીનું દાન કરવું મિથુન રાશિના લોકો માટે શુભ રહેશે.
 
કર્કઃ - કર્ક રાશિના લોકો અધિકમાસમાં મોતી, ચાંદી, માટલુ, તેલ, સફેદ વસ્ત્ર, ગાય, માલપુઆ, માવા, દૂધ, ચોખા વગેરેનું દાન કરી શકે છે.
 
સિંહ - સિંહ રાશિના સ્વામી સૂર્ય ભગવાન છે. અધિકમાસ પર લાલ વસ્ત્ર, તાંબુ, પિત્તળ, સોનું, ચાંદી, ઘઉં, મસૂર, માણેક રત્ન, ધાર્મિક પુસ્તકો અને દાડમનું દાન કરવું ખૂબ જ શુભ રહેશે.
 
કન્યા - કન્યા રાશિવાળા લોકોએ અધિકમાસમાં ભગવાનની કૃપા મેળવવા માટે લીલા મગની દાળ, સોનું, કેળાનું દાન કરવું જોઈએ. આ સાથે ગાયને લીલું ઘાસ ખવડાવો.
 
તુલા રાશિ - અધિકમાસના પહેલા દિવસે તુલા રાહિના જાતકોએ સફેદ વસ્ત્ર, માલપુઆ, માવો, ખાંડ કે સાકર, ચોખા અને કેળાનુ દાન કરી શકો છો. 
 
વૃશ્ચિક રાશિ  - 18 જુલાઈના રોજ અધિકમાસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ વસ્ત્ર,  મોસમી ફળ, દાડમ, તાંબુ અને મૂંગા અને ઘઉનુ દાન કરવુ યોગ્ય રહેશે. 
 
ધનુ રાશિ - ધનુ રાશિના જાતકોએ અધિકમાસમાં પીળા કપડા, ચણાની દાળ, લાકડીનો સામાન, ઘી, તલ અનાજ અને દૂધ વગેરેનુ દાન કરવુ જોઈએ. 
 
મકર - શનિદેવ મકર રાશિના સ્વામી છે. આવી સ્થિતિમાં, તમે અધિકમાસમાં તેલ, દવાઓ, વાદળી વસ્ત્રોનું દાન કરી શકો છો.
 
કુંભ - કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. આવી સ્થિતિમાં તમે અધિકમાસમાં તેલ, દવા, વાદળી વસ્ત્ર, ઓજાર, લોખંડ, મોસમી ફળ વગેરેનું દાન કરી શકો છો.
 
મીન - મીન રાશિવાળા લોકો અધિકમાસમાં પીળા વસ્ત્રો, ચણાની દાળ, ઘી, દૂધ અને દૂધથી બનેલી મીઠાઈનું દાન કરી શકે છે.
 
દાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખોઃ  
 
હિંદુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. પરંતુ તેની સાથે દાન કરવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો છે, જેનું પાલન કરવું જરૂરી છે.
 
- સૌથી મહત્વની વાત એ છે કે દાન હંમેશા પોતાની ક્ષમતા અનુસાર જ કરવું જોઈએ.
- દેખાડો કરવા માટે ક્યારેય દાન ન કરો. હંમેશા ગુપ્ત રીતે દાન કરો. 
- કહેવાય છે કે દાન એવું હોવું જોઈએ કે તે એક હાથથી આપવામાં આવે અને બીજા હાથને તેની ખબર પણ ન પડે.
- ઉપર જણાવેલ વસ્તુઓનું સૂર્યાસ્ત પહેલા દાન કરો. સૂર્યાસ્ત પછી કરવામાં આવેલું દાન કોઈ કામનું નથી.
- માત્ર યજ્ઞ, લગ્ન, સંક્રાંતિ અને ગ્રહણ દરમિયાન જ સૂર્યાસ્ત પછી દાન કરી શકાય છે.