અમદાવાદ સાયકલ બોંબથી ધણધણ્યું
અમદાવાદમાં સીરીયલ બોમ્બ વિસ્ફોટે સમગ્ર શહેરને હચમચાવી નાંખ્યું છે. ટીફીન બોમ્બ અને સાયકલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બેંગલુરૂમાં પણ આ રીતે સાત બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ પાછળ ઈન્ડીયન મુઝાહીદ્દીન નામના આતંકી સંગઠનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. આ સંગઠને આઈ.બી. અને ખાનગી ચેનલને ઈ મેઈલ કરીને બ્લાસ્ટ અંગે સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. અને , ઈમેઈલની પાંચ મિનીટ બાદ સીરીયલ બ્લાસ્ટ શરૂ થઈ ગયા હતાં.તો પોલીસ દ્વારા ઈમેઈલની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.